ETV Bharat / international

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જાથી સ્તબ્ધ બાઇડન પ્રશાસન, ટ્રમ્પે કહી સૌથી મોટી હાર

અફઘાનિસ્તાન પર તાલિબાનના ઝડપી કબજાથી બાઇડન પ્રશાસન સ્તબ્ધ છે. આ સાથે જ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સૌથી મોટી હાર જણાવી હતી. બીજી બાજુ, અફઘાન નાગરિકોએ વ્હાઈટ હાઉસની બહાર અમેરિકી રાષ્ટ્રપતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જાથી સ્તબ્ધ બાઇડન પ્રશાસન

author img

By

Published : Aug 16, 2021, 12:39 PM IST

Updated : Aug 16, 2021, 3:32 PM IST

  • અફઘાનિસ્તાન પર તાલિબાનના ઝડપી કબજાથી બાઇડન પ્રશાસન સ્તબ્ધ છે
  • અફઘાન નાગરિકોએ વ્હાઈટ હાઉસની બહાર અમેરિકી રાષ્ટ્રપતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
  • જો બાઇડને અફઘાનિસ્તાનમાં જે કર્યું તે અપૂર્વ છે- ટ્રમ્પ

વોશિંગટન: તાલિબાને જે ઝડપ સાથે અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કર્યો છે, તેના પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) અને અન્ય ઉચ્ચ અમેરિકી અધિકારીઓએ આશ્ચર્ય થયું. અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાની આયોજિત વાપસી ઝડપથી એક સુરક્ષિત સ્થળાંતરને સુનિશ્ચિત કરવાના મિશનમાં ફેરવાઈ ગઈ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું કે, જો બાઇડને અફઘાનિસ્તાનમાં જે કર્યું તે અપૂર્વ છે. તેને અમેરિકી ઇતિહાસની સૌથી મોટી હારના રૂપમાં યાદ કરવામાં આવશે.

આ પણ વાંચો- અફઘાનિસ્તાનની સ્થિતિ ભારત માટે સારો સંકેત નથી: કેપ્ટન અમરિંદર સિંહ

અફઘાન નાગરિકોએ વ્હાઈટ હાઉસની બહાર સૂત્રોચ્ચાર કર્યા

બીજી બાજુ અમેરિકી રાષ્ટ્રપતિના વિરુદ્ધ અફઘાન નાગરિકોએ વ્હાઈટ હાઉસની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. અફઘાન નાગરિકોએ કહ્યું, 'બાઇડન, તમે અમારી સાથે દગો કર્યો, તમે આ બધા માટે જવાબદાર છો.

ફ્લાઇટ્સની રાહ જોઈ રહેલા અમેરિકનોમાં શરણ લેવાની ફરજ પડી

અફઘાન સરકારનું ઝડપી પતન અને ત્યાં ફેલાયેલી અરાજકતા કમાન્ડર ઇન ચીફના રૂપમાં બાઇડન માટે એક ગંભીર પરીક્ષાની જેમ છે. રવિવાર સુધી મુખ્ય વહીવટી અધિકારીઓએ સ્વીકાર્યું કે, તેઓ અફઘાન સુરક્ષા દળોની ઝડપી હારથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે, તેઓએ ધાર્યું ન હતું. કાબુલ એરપોર્ટ પર છૂટાછવાયા ગોળીબારના અહેવાલોએ ફ્લાઇટ્સની રાહ જોઈ રહેલા અમેરિકનોમાં શરણ લેવાની ફરજ પડી.

અફઘાનિસ્તાનમાં ઉથલ-પાથલ રાષ્ટ્રપતિ બાઇડન પર અનિચ્છનીય ધ્યાન ખેંચે છે

વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને અફઘાન સૈન્યનો ઉલ્લેખ કરતા સીએનએનને કહ્યું: "અમે જોયું કે, બળ દેશનો બચાવ કરવામાં અસમર્થ છે અને તે અમારી ધારણા કરતાં ઘણું વહેલું થયું છે. અફઘાનિસ્તાનમાં ઉથલ-પાથલ રાષ્ટ્રપતિ બાઇડન પર અનિચ્છનીય ધ્યાન ખેંચે છે, તેઓએ મોટાભાગે ઘરેલુ એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેમાં મહામારીથી પુન:પ્રાપ્તિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં અબજો ડોલર માટે કોંગ્રેસની મંજૂરી મેળવવી અને મતદાનના અધિકારોનું રક્ષણ કરવું શામેલ છે.

બાઇડન રવિવારે કેમ્પ ડેવિડ પર રહ્યા હતા

વ્હાઇટ હાઉસના અધિકારીઓના જણાવ્યા મુજબ, બાઇડન રવિવારે કેમ્પ ડેવિડ પર રહ્યા હતા, જ્યાં તેમને અફઘાનિસ્તાન વિશે સતત માહિતી આપવામાં આવી હતી અને તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમના સભ્યો સાથે કોન્ફરન્સ કોલ કર્યા હતા. આગામી કેટલાક દિવસો એ નક્કી કરવા માટે મહત્વપૂર્ણ બની શકે છે કે, શું અમેરિકા પરિસ્થિતિ પર અમુક અંશે નિયંત્રણ હાંસલ કરવામાં સક્ષમ છે.

આ પણ વાંચો- અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે UNSCની ઈમરજન્સી બેઠક, ભારતની અધ્યક્ષતામાં આ બીજી બેઠક

તાલિબાનનો વિરોધ કર્યા વિના કાબુલનું પતન થવું અમેરિકી ઇતિહાસની સૌથી મોટી હાર તરીકે નોંધવામાં આવશે

આ દરમિયાન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તાલિબાનનો વિરોધ કર્યા વિના કાબુલનું પતન થવું અમેરિકી ઇતિહાસની સૌથી મોટી હાર તરીકે નોંધવામાં આવશે. તાલિબાને કાબુલમાં રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો કરવા પર અને તેના ચૂંટાયેલા નેતા અશરફ ગનીએ તેમના વરિષ્ઠ અધિકારીઓ સાથે દેશ છોડી તાજિકિસ્તાન ગયા પછી ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું, જો બાઇડને અફઘાનિસ્તાનમાં જે કર્યું તે અપૂર્વ છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ તેને બાઇડન પ્રશાસનની નિષ્ફળતા ગણાવી છે.

Last Updated : Aug 16, 2021, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.