- કાબુલમાં 24-36 કલાકમાં બીજા હુમલાની આંશકા
- બાઈડેને આપી ચેતવણી
- અફઘાનિસ્તાનમાં બચાવ કાર્ય યથાવત
વોશ્ગિંટન: અમેરીકી રાષ્ટ્રપતિ જો બાઈડેને શનિવારે ચેતવણી આપી હતી કે, આવનાર 24-36 કલાકમાં કાબુલ એરપોર્ટ પર ફરી એકવાર હુમલો થઈ શકે છે. બાઈડેને એક નિવેદનમાં કહ્યું હતું કે," જમીની સ્તરે હાલત ખૂબ જ ખરાબ છે અને એરપોર્ટ પર આંતકવાદી હુમલાનો ખતરો પણ છે". તેમણે સાથે કહ્યું કે, " અમારા કમાન્ડરે મને જણાવ્યું છે કે આવનાર 24-36 કલાકમાં હુમલો થવાની સંભાવના છે".
બાઈડેનનું આ નિવેદન ગુરુવારે કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક આત્મઘાતી હુમલો થયો હતો જેમાં 169 અફઘાન અને 13 અમેરીકી સૈનિક મૃત્યુ પામ્યાની બાદ આવ્યું હતું. બાઈડેને આગળ કહ્યું હતું કે," આજે સવારે હું વોશ્ગિટનમાં રાષ્ટ્રીય સુરક્ષા ટીમને મળ્યો.
આ પણ વાંચો : આજે વડાપ્રધાન મોદી કરશે મન કી બાત
બાઈડેને કહ્યું કે, " આ દરમિયાન અમે અફઘાનિસ્તાનમાં આંતકવાદી સમૂહ ISIS-Kના વિરૂદ્ધ શુક્રવાર રાતે અમેરીકા દ્વારા કરવામાં આવેલા હુમલાની ચર્ચા કરવામાં આવી. અમે નિર્દોષેને નુક્શાન પહોંચાડનારને છોડીસું નહીં. આ છેલ્લો હુમલો નહતો. હુમલામાં સામેલ દરેક વ્યક્તિએ તેની કિમંત ચૂકવવી પડશે. જ્યારે પણ કોઈ અમેરીકા કે અમેરીકાના સૈનિકોને નુક્સાન પહોંચાડશે તો અમે તેને જવાબ આપીશું.
આ પણ વાંચો : હવે સિંચાઈનું પાણી નહીં અપાય, સરકારનું ફોકસ પીવાના પાણીનું રીઝર્વેશન : વિજય રૂપાણી
અંતે તેમણે શહિદ થયેલા જવાનોને શ્રંદ્ધાજલી આપી હતી જેમનું કાબુલમાં મૃત્યું થયુ હતું. બાઈડેન કહ્યું કે, " જે 13 સૈનિકોને અમે ગુમાવ્યા છે તે હિરો હતા. સાથે તેમણે કહ્યું કે અમે અફઘાનિસ્તાનમાં બચાવ કાર્ય ચાલું રાખીશું શુક્રવારે અમે સૈકડો અમેરીકીઓ સાથે 6,800 લોકોને બહાર કાઢ્યા.