વોશિન્ગટન : યુએસના 46માં રાષ્ટ્રપતિ માટેના ચૂંટણી પરિણામો જાહેર થયા છે. ડેમોક્રેટિક પાર્ટીના જોસેફ આર. બાઇડેન એટલે કે જો બાઇડેન અમેરિકાના રાષ્ટ્રપતિ અને ભારતીય મૂળના કમલા હેરિસ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા છે.હેરિસે ડેલાવેયરમાં વિજય રેલીને સંબોધતા કહ્યું કે, 'બેશક હું આ પદ પર પહોંચનારી પહેલી મહિલા છું, પણ હું છેલ્લી નહીં હોઉ. આજે રાત્રે અમને જોતી દરેક નાની છોકરી જોઈ રહી છે કે આ દેશ સંભાવનાનો દેશ છે. ' તેમણે કહ્યું કે અમેરિકાના નાગરિકોએ નવા દિવસની શરૂઆત કરી છે.
અમેરિકા માટે નવા દિવસની શરૂઆત
- દેશને સંબોધન કરતા ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલી કમલા હેરિસે કહ્યું, "સંઘર્ષ છે, બલિદાન છે પરંતુ આપણા લોકશાહીના સંરક્ષણમાં આનંદ અને પ્રગતિ છે." કારણ કે આપણી પાસે સારા ભવિષ્યનું નિર્માણ કરવાની શક્તિ છે.
- હેરીસે કહ્યું, "જ્યારે આ ચૂંટણીમાં અમારું લોકશાહી મતદાન પર હતું, ત્યારે અમેરિકાની ભાવના દાવ પર હતી અને વિશ્વની નજર આ ચૂંટણી પર હતી. ત્યારે તમે અમેરિકા માટે નવા દિવસની શરૂઆત કરી."
- તેમણે કહ્યું કે, આજે મારી ઉપસ્થિતિ માટે હું મારી માતા શ્યામલા ગોપલાન હેરિસની આભારી છું. જ્યારે તેઓ 19 વર્ષની ઉંમરે ભારતથી અહીં આવ્યા હતા. ત્યારે તેમણે કદાચ આ ક્ષણની કલ્પના પણ નહીં કરી હોય, પરંતુ તે અમેરિકામાં વિશ્વાસ કરતી હતી એટલે જ આ ક્ષણ આવી છે.
- હેરિસે કહ્યું, "હું તેમના વિશે વિચારી રહી છું અને મહિલાઓ, અશ્વેત મહિલાઓ, એશિયન,શ્વેત, લેટિન, મૂળ અમેરિકન મહિલાઓ વિશે વિચારી રહી છું, જેમણે આપણા દેશના ઇતિહાસમાં આજની રાત માટે માર્ગ મોકળો કર્યો છે."