એક ખાનગી ન્યૂઝ એજન્સીના રીપોર્ટ પ્રમાણે , પ્રાંતની રાજધાની બેલેમથી લગભગ 850 કિલોમીટરના અંતરે અલ્ટામીરાની જેલમાં આશરે 5 કલાક સુધી હિંસા ચાલી હતી. અંતમાં વિવિધ સરકારી એજન્સીના સંયુક્ત પ્રયાસથી હિંસા થાળે પડી હતી. હિંસામાં 16 મૃતકોના ધડ કપાઈ ગયા હતા. તો એક જૂથ દ્વારા લગાવેલી આગના કારણે 41 લોકોના મોત શ્વાસ ઘૂંટવાના કારણે થયા હતા.
પ્રાંતીય જેલ તંત્રના પ્રમુખ જારબાસ વાસ્કૉનસેલૉસે આ અંગે જણાવ્યું હતું કે, "એક જૂથનો ખાત્મો કરવા માટે સ્થાનિકો દ્વારા હુમલો કરાયો હતો. હુમલાખોરોએ જેલમાં છુપાઈને આગ લગાવી હતી. જેથી જેલમાં ભાગદોડ મચી હતી. જેનો લાભ ઉઠાવી હુમલાખોરોએ હિંસાની ઘટનાને અંજામ આપ્યો હતો."
જેલ પ્રબંધનના જણાવ્યા અનુસાર, "જેલમાં કેદીઓ નાસ્તા માટે બેઠા હતાં, ત્યારે બીજી સેલના હુમલાખોરોએ જબરદસ્તી ઘૂસીને દેશી હથિયારોથી તેમના દુશ્મનો પર હુમલો કર્યો હતો.
આ ઘટના દરમિયાન બે બંધક બનાવેલા બે કર્મીઓને સુરક્ષિત છોડવામાં આવ્યાં હતા. તો બીજી તરફ અન્ય બે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.