અમેરિકા: શિકાગોમાં ગોળીબારની ઘટના સામે આવી હતી. આ ફાયરિંગની ઘટનામાં 14 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે શિકાગો પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસનું કહેવું છે કે, શિકાગોના ગ્રેશમમાં અંતિમ સંસ્કાર દરમિયાન ગોળીબાર થયો હતો. આ ગોળીબારની ઘટના પશ્ચિમ 79 સ્ટ્રીટના 1000 બ્લોકમાં મંગળવારના રાત્રે થયો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગોળીઓનો અવાજથી સૌ કાંપી ઉઠ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.