- દક્ષિણ આફ્રિકાના આરોગ્ય પ્રધાન પર ભ્રષ્ટાચારનો આરોપ
- પ્રધાન જ્વેલી મખિજે પર ટેન્ડર ડીલમાં લાખોનું કૌભાંડનો આરોપ
- વિપક્ષ અને જનતાએ મખિજેના રાજીનામાની માગ કરી
જોહનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલા આરોગ્ય પ્રધાન જ્વેલી મખિજેને મંગળવારે વિશેષ રજા પર મોકલી દેવાયા છે. મખિજે પર ટેન્ડર ડીલમાં લાખો રેન્ડ (દક્ષિણ આફ્રિકાનું ચલણ)ના ભ્રષ્ટાચારનો આરોપ છે. આ ડીલમાં તેમના પૂર્વ સહયોગીના સ્વામિત્વવાળી કંપની પણ શામેલ છે.
આ પણ વાંચો- દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીજીની પપૌત્રીને 62 લાખ રૂપિયાની છેતરપિંડી મામલે 7 વર્ષની જેલ
મામલાની તપાસ પછી કાર્યવાહી થશે
ભ્રષ્ટાચાર મામલાને લઈને વિપક્ષ અને જનતા મખિજેના રાજીનામા અથવા રાષ્ટ્રપતિ દ્વારા તેમને છૂટા કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જોકે, રામાફોસાનું કહેવું છે કે, તેઓ આ મામલામાં તપાસના પરિણામ આવ્યા બાદ જ કોઈ કાર્યવાહી કરશે.
આ પણ વાંચો- પાકિસ્તાનના બજારમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ, 8ના મોત
વિશેષ તપાસ એકમ આ મામલાની તપાસ કરી રહ્યું છે
રાષ્ટ્રપતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિશેષ અવકાશ અવધિ દરમિયા આરોગ્ય પ્રધાન તેની તપાસનો સામનો કરી શકશે, જેમાં આરોગ્ય વિભાગ અને એક સેવા પ્રદાતા કંપની ડિજિટલ વાઈબ્સ વચ્ચે કરારને લઈને ચિંતા જાહેર કરી છે. વિશેષ તપાસ એકમ આ મામલાની તપાસ કરી રહ્યું છે અને રાષ્ટ્રપતિ તપાસના પરિણામની રાહ જોઈ રહ્યા છે.