ETV Bharat / international

નિઝામુદિન મેળાવડામાં હાજર દક્ષિણ આફ્રિકાના મૌલવીનું કોરોના વાઇરસથી મૃત્યુ

દક્ષિણ આફ્રિકાના એક 80 વર્ષીય મુસ્લિમ મૌલવી, જે તાજેતરમાં નિઝામુદ્દીન મજલીસ માં ભાગ લીધા પછી ભારતથી પરત ફર્યા હતા, તેમના પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, નોવલ કોરોનાવાયરસ ના સંક્રમણ પછી તેમનું અવસાન થયું છે.

નિઝામુદિન મેળાવડામાં હાજર દક્ષિણ આફ્રિકાના મૌલવીનું કોરોનાવાઇરસથી મૃત્યુ

author img

By

Published : Apr 7, 2020, 12:54 AM IST

જોહનેસબર્ગ: મૌલાના યુસુફ તુતલાએ નિઝમુદ્દીન વિસ્તારમાં માર્ચ 1-15ના તબલીગી જમાતની મજલીસમાં હાજરી આપી હતી, જ્યાં હજારો લોકોએ ભાગ લીધા હતો અને આ સ્થળ ભારત અને વિદેશના વિવિધ ભાગોમાં કોરોનાવાયરસના પ્રસાર માટેનું કેન્દ્ર બન્યું છે. મંગળવારે અવસાન પામેલા તુતલાને ઈસ્લામિક બ્યુરીયલ કાઉન્સિલ (આઈ.બી.સી) દ્વારા તેના મૃતદેહને બેગમાં એકત્રિત કર્યા પછી દફનાવવામાં આવ્યા હતા.

નિઝામુદ્દીન વિસ્તાર 14મી સદીના સુફી રહસ્યવાદી ખ્વાજા નિઝામુદ્દીન ઔલીયાના મજાર માટે પ્રખ્યાત છે. એવી આશંકાઓ વચ્ચે કે ત્યાં હાજર રહેલા હજારો લોકો આ ચેપને દેશની વધુ પડાતા વિસ્તારો સુધી પહોંચાડી શકશે ભારતીય સત્તાધિકારીઓએ વિશાળ ધાર્મિક મેળાવડામાં ભાગ લેનારાઓની શોધ માટે દેશવ્યાપી શોધ શરૂ કરી છે, વિવિધ નાગરિકો, ખાસ કરીને ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા અને કિર્ગીસ્તાનથી દિલ્હીમાં તબલીગ પ્રવૃત્તિઓ માટે આવે છે.

તુતલાની પુત્રી સઇદાએ દક્ષિણ આફ્રિકાના ઓનલાઇન પ્રકાશન ન્યૂઝ 24 સાથે વાત કરતા કહ્યું કે મૌલવીએ ભારતથી પરત ફરતા ફ્લૂ જેવા લક્ષણો દર્શાવવાનું શરૂ કર્યું હતું. તેમણે મુસાફરી કરી હતી અને લક્ષણો દર્શાવ્યા હોવાથી, સાવચેતી તરીકે અમે તેમને પરીક્ષણ માટે લેન્સેટમાં લઈ ગયા જ્યાં લેબ ના પરિણામો દ્વારા પુષ્ટિ મળી હતી.

સાથી મૌલવીઓ જણાવ્યા મુજબ તેણે વિશ્વભરમાં સમાન સંખ્યાબંધ મેળાવડાઓમાં ભાગ લીધો હતો, પરંતુ દક્ષિણ આફ્રિકાના લોકો પણ તેમાં હાજર થયા હતા કે નહીં તેમાંથી કોઈ પુષ્ટિ કરી નથી. તુતલાનો વિસ્તૃત પરિવાર 14 દિવસથી આત્મ-અલગતામાં છે, જોકે તેમાંથી કોઈ પણ કોરોના પોઝીટવ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.