- સ્વાસ્થ્ય પ્રધાન જ્વેલી મખિજાએ 'સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા' પાસેથી મેળવી કોવિડ-19 રસી'
- 14 આફ્રિકી દેશોને વેચવામાં આવી
- બીજા પાંચ દેશોને આગામી અઠવાડિયામાં રસી મોકલવામા આવશે.
જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્ય પ્રધાન જ્વેલી મખિજેએ ભારતની 'સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા' પાસેથી મેળવેલી કોવિડ-19ની રસી'એસ્ટ્રાજેનેકા'ની 10 લાખ કોપી વેચવાની જાહેરાત કરી હતી. આ જાણકારી તેને ગયા મહિને મળી હતી. કોરના વાયરસનાં નવા સ્વરૂપ વિરુધ્ધ રસીનો પ્રભાવ પુરતો હોવાની વાત સામે આવ્યા પછી દક્ષિણ આફ્રિકાએ તેને તેના સ્વાસ્થ્ય કર્મીઓને લગાવવાની યોજના હાલપુરતી સ્થગિત કરી દીધી છે અને હવે આને 14 આફ્રિકી દેશોને વેચવામાં આવી છે. દક્ષિણ આફ્રીકાએ હજારો સ્વાસ્થ્ય કર્મીઓને સુરક્ષિત રહેવા માટે એક અન્ય રસી મૂકાવવા માટેનો રસ્તો શોધ્યો છે, જોકે દેશમાં રસીનાં વિતરણમાં વાર થાય તે માટે ત્રીજા તબક્કામાં નિર્ધારિત કરાયેલ રસીના કાર્યક્રમની ધીમી કાર્યવાહીને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ આયર્લેન્ડમાં કોરોના રસી એસ્ટ્રાજેનેકા પર પ્રતિબંધ, જાણો શું છે કારણ
નિયામકોની અનુમતિ, પરમિટ અને લાયસન્સ હોવું જરૂરી
સ્વાસ્થ્ય પ્રધાન જ્વેલી મખિજેએ કહ્યું કે, ગયા અઠવાડિયામાં વિભાગને એ નક્કી કરવું પડ્યું હતું કે આફ્રિકિ સંઘ રસી અધિકરણ ટીમ દ્વારા રસી મૂકાવનાર જે દેશોની જાણકારી લેવામાં આવી છે, તેમની પાસે નિયામકોની અનુમતિ, પરમિટ અને લાયસન્સ હોવું જરૂરી છે. મખિજેએ જાહેરાત કરી હતી કે, ગયા અઠવાડિયે સોમવાર સુધી સ્વાસ્થ્ય વિભાગને પૂર્ણ ખરીદી કિંમત મળી ગઇ છે. જો કે આ કિંમત કેટલી છે, તેની તેમણે જાણકારી આપી નથી.
આ પણ વાંચોઃ એસ્ટ્રાજેનેકા કોવિડ -19 રસીની હ્મુમન ટ્રાયલ માટે લગાવી રોક
દક્ષિણ આફ્રિકામાં 'એસ્ટ્રેઝેનેકા' ની રસીના ઉપયોગને થોડા સમય માટે રોકી
પ્રધાને કહ્યું એયુ અને દક્ષિણ આફ્રિકી પક્ષોએ નક્કી કર્યું કે રસીને મોકલવા માટે સારી વ્યવસ્થા કરવામાં આવે. દક્ષિણ આફ્રિકામાં 'એસ્ટ્રેજેનેકા' ની રસીના ઉપયોગને આવા સમયે રોકવામાં આવી છે, જ્યારે તેને લગાવ્યા પછી લોહીનાં થર જામવાના કેટલાક મુદ્દા બહાર આવ્યાના સમાચાર મળ્યા છે. એયુનાં નવ સભ્ય દેશ માટે રસીનો પ્રથમ માલ રવિવારે મોકલવામાં આવ્યો હતો. બીજા પાંચ દેશોને આગામી અઠવાડિયામાં રસી મોકલવામા આવશે.