ETV Bharat / headlines

મહેસાણાઃ દૂધસાગર ડેરીની ચૂંટણી માટે આજે મતદાન, સાંજે પરિણામ થશે જાહેર - Mehsana News

મહેસાણા જિલ્લાની શ્વેતક્રાંતિ માનવામાં આવતી દૂધસાગર ડેરીમાં પશુપાલકોને હંમેશા તેમના હિતની આશા હોય છે. જોકે, ડેરીનું સંચાલન નિયામક મંડળ દ્વારા કરવામાં આવતું હોવાથી ફરી એકવાર ડેરીના નવા નિયામક મંડળ માટે આજે ચૂંટણી પ્રક્રિયા થકી મતદાન શરૂ થશે. આજે સવારે 9 કલાકેથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થનાર છે. જે બાદ મતગણતરી અને પરિણામ પણ જાહેર કરવામાં આવનાર છે.

દૂધ સાગર ડેરીની ચૂંટણી માટે આજે મતદાન
દૂધ સાગર ડેરીની ચૂંટણી માટે આજે મતદાન
author img

By

Published : Jan 4, 2021, 10:53 PM IST

Updated : Jan 5, 2021, 9:13 AM IST

  • મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીનો જંગ
  • આજે થશે મતદાન
  • ડેરીની ચૂંટણીમાં 15 બેઠકો માટે 41 ઉમેદવારો મેદાનમાં
  • 1129 મતદારો કરશે મતદાન
  • સવારે 9 થી સાંજે 5 કલાક સુધી મતદાન યોજાશે, 6.30 કલાકે પરિણામ થશે જાહેર

મહેસાણાઃ જિલ્લાની શ્વેતક્રાંતિ માનવામાં આવતી દૂધસાગર ડેરીની ચૂંટણીનું આજે મતદાન યોજાવાનું છે. સવારે 9 કલાકેથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થશે. જે બાદ મતગણતરી અને પરિણામ પણ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં 11 મંડળો સામેલ છે, જ્યારે 15 બેઠકો પર 41 જેટલા ઉમેદવારો ઉમેદવારી કરી છે. તો 1129 મતદારોના હાથમાં ડેરીના સત્તામંડળનું ભવિષ્ય રહેલું છે. આ ચૂંટણી પ્રક્રિયામાં 80 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર તૈનાત રહ્યાં છે. સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ અધિકારીઓ કર્મચારીઓનો સ્ટાફ પણ ફરજ પર તૈનાત રાખવામાં આવ્યો છે.

દૂધસાગરની ચૂંટણી સાગરની જેમ હિલોળે ચડી છે!

મહેસાણા દૂધસાગર ડેરી એ ઉત્તર ગુજરાતમાં નામાંકિત સહકારી સંસ્થા છે. જેના પર વિપુલ ચૌધરીના પરિવારનો વર્ષોથી દબદબો રહેલો હતો. જો કે, ડેરીમાં દિવસો જતા બદલાયેલી સ્થિતિ વચ્ચે રાજકારણે સ્થાન લેતા હવે આ ડેરીમાં અનેક વિવાદો અને આક્ષેપો થવા લાગ્યા છે. જેમાં એક તરફ ડેરીના પૂર્વ ચેરમેન પર બોનસ પગાર કાંડ, સાગરદાણ કાંડ અને ખાંડ ખરીદી કાંડ હિતના આરોપોની તપાસ ચાલુ છે. તો બીજી તરફ સરકારે ઘીમાં ભેળસેળ મામલે તત્કાલીન મંડળને બરખાસ્ત કરી વહીવટદારની નિમણૂંક કરી હતી. સામે ડેરીમાં પણ ફેડરેશન દ્વારા પૈસા ન ચૂકવતા અને જરૂરી પાવડરની ખરીદી ન કરી ગંદુ રાજકારણ રમાયું હોવાના પણ કેટલાક રહસ્યો સુત્રોમાં ચર્ચાઈ રહ્યા છે. જો કે, આ તમામ દાવપેચ વચ્ચે પણ આજે દૂધસાગર ડેરીમાં ચેરમેન વાઇસ ચેરમેન સહિતના ડિરેક્ટરોની નિમણૂંક માટે આજે મતદાન કરવામાં આવી રહ્યું છે.

વિપુલ ચૌધરી સહકારી ક્ષેત્રે જેલમાં રહી ચૂંટણી લડનારા પ્રથમ ઉમેદવાર રહ્યાં

સામાન્ય રીતે ગુજરાતમાં લતીફ નામના વ્યક્તિનું નામ તેના કર્મોને લઈ ખૂબ પ્રખ્યાત હતું. જેને જેલમાં રહી ચૂંટણીના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન કહીએ તો મહેસાણામાં આજે દૂધસાગર ડેરીના પ્રતિનિધિ મંડળની ચૂંટણી યોજાઈ રહી છે તે સમયમાં ડેરીની સ્થાપના કરનારના પુત્ર એવા ડેરીના પૂર્વ ચેરમેન જેલના સળિયા પાછળ છે. વિપુલ ચૌધરીના માત્ર ડેરી પરંતુ ફેડરેશનના ચેરમેન અને ગુજરાત રાજ્યમાં પ્રધાનપદ પણ સંભાળી ચુક્યા છે. પરંતુ ઇતિહાસમાં પહેલી વાર મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરી ઉમેદવાર તરીકે જેલમાં રહીને ચૂંટણી લડી રહ્યા છે. તે ઘટના ડેરીની ચૂંટણીમાં ખુદ એક ઇતિહાસ બનશે.

વિપુલ ચૌધરી પોતાના મતાધિકારનો ઉપયોગ કેવી રીતે કરશે?

ડબલ પગાર સહિત અનેક ગોટાળાના આક્ષેપો મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ચાલતા કેસ સંદર્ભે વિપુલ ચૌધરી જેલમાં બંધ છે. તો બીજી તરફ દૂધ સંઘની ચૂંટણીમાં પોતે ઉમેદવાર હોઈ તેમની પાસે મતાધિકાર પણ રહેલો છે. ત્યારે વિપુલ ચૌધરી મતાધિકાર પર પોતે મતદાન કરશે કે કેમ કેવી રીતે કરશે શું કોર્ટ પરવાનગી આપશે કે વિપુલ ચૌધરી માટે જેલમાંથી મતદાન કરવાની વ્યવસ્થા મળશે તેના પર રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.!

Last Updated : Jan 5, 2021, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.