રાજ્યમાં ચોમાસાની સીઝન પૂર્ણ થવા આવી છે, પરંતુ સતત વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર-સોમનાથમાં રવિવારે ઠેર-ઠેર વરસાદ વરસ્યો હતો. હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, દરિયાકાંઠે 40થી 60 કિમીના ઝડપથી પવન ફૂંકાવીની શક્યતા છે. જેથી માછીમરોએ દરિયો ન ખેડવો. સૌરાષ્ટ્રના વેરાવળ, રાજુલા, પોરબંદર સહિતનાં બંદરો પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર પર ચક્રવાતનો ખતરો, માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન - Fishermen
અમદાવાદઃ ગુજરાતમાં સમગ્ર ચોમાસા દરમિયાન સારો વરસાદ થયો છે, ત્યારે ભાદરવોના અંતમાં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાકમાં મધ્યમ વરસાદ સાથે ચક્રવાતની આગાહી કરી છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાય કલાકોથી અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. જે ઉત્તમ-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. જેથી સૌરાષ્ટ્રના કાંઠે વાવાઝોડું ત્રાટકવાની આશંકા સેવાઈ છે. આ અંગે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કર્યું છે.
etv bharat ahmedabad
રાજ્યમાં ચોમાસાની સીઝન પૂર્ણ થવા આવી છે, પરંતુ સતત વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર-સોમનાથમાં રવિવારે ઠેર-ઠેર વરસાદ વરસ્યો હતો. હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, દરિયાકાંઠે 40થી 60 કિમીના ઝડપથી પવન ફૂંકાવીની શક્યતા છે. જેથી માછીમરોએ દરિયો ન ખેડવો. સૌરાષ્ટ્રના વેરાવળ, રાજુલા, પોરબંદર સહિતનાં બંદરો પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે.
Intro:Body:Conclusion: