ETV Bharat / headlines

કોમેડિયન ભારતી સિંઘના ઘરે NCB ના દરોડા, ડ્રગ્સ મુદ્દે કરી રહી છે તપાસ - ભારતી સિંઘના ઘરે NCBની રેડ

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ કોમેડિયન ભારતી સિંઘ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના મુંબઈના અંધેરીમાં આવેલા એપાર્ટમેન્ટ પર દરોડા પાડ્યા છે. એજન્સી દ્વારા અંધેરી, લોખંડવાલા અને વર્સોવા એમ 3 અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી ડ્રગ્સની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

કોમેડિયન ભારતી સિંઘના ઘરે NCB ના દરોડા, ડ્રગ્સ મુદ્દે કરી રહી છે તપાસ

author img

By

Published : Nov 21, 2020, 2:05 PM IST

  • ડ્રગ્સ મામલે કોમેડિયન ભારતી સિંઘ NCB ના સકંજામાં
  • અંધેરી સ્થિત નિવાસસ્થાને પાડ્યા દરોડા

મુંબઇઃ બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સામે આવેલા ડ્રગ્સ એંગલ પછી મોટાભાગના બૉલિવૂડ કલાકારો NCB ના ઘેરામાં છે.

અર્જુન રામપાલ અને તેની લીવ ઇન પાર્ટનર ગેબ્રિયેલાની થઇ પૂછપરછ

આ પહેલા ડ્રગ્સ કેસમાં શુક્રવારે અર્જૂન રામપાલ NCB ઑફિસ પહોંચ્યો હતો, જ્યાં કલાકો સુધી ડ્રગ્સ સંદર્ભે તેની પૂછપરછ કરવામાં આવી. અર્જૂન પહેલા તેની લીવ ઇન પાર્ટનર ગેબ્રિયેલા ડેમેટ્રીઍડ્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ અર્જુન રામપાલના મિત્ર પોલ બાર્ટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને 25 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

ડ્રગ્સ સિન્ડિકેટમાં મોટા માથાઓની સંડોવણી

NCB ના દિલ્હી સ્થિત સૂત્રોનું કહેવું છે કે, સમગ્ર તપાસમાંથી મોટા માથાઓ બચી રહ્યા છે. NCB એ જ્યારે મુંબઇ, ગોવાના અમુક ઠેકાણે ડ્રગ્સની તપાસ માટે દરોડા પાડ્યા ત્યારે તેમને કંઈ હાથ લાગ્યું નહીં. ઉધોગપતિઓની હોટેલો, ફાર્મ હાઉસ, જ્યાં NCB ને ડ્રગ્સ મળવાની આશા હતી ત્યાં પહેલેથી જ જગ્યાઓ ક્લિયર કરી દેવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.