ETV Bharat / entertainment

Sonam Kapoor Home Theft: અભિનેત્રી સોનમ કપૂરના ઘરે થયેલી ચોરીનો પર્દાફાશ, નર્સે જ આ ઘટનાને આપ્યો અંજામ

દિલ્હીના અમૃતા શેરગિલ માર્ગ પર સ્થિત અભિનેત્રી સોનમ કપૂરના ઘરમાં થયેલી ચોરી (Sonam Kapoor Home Theft)નો પોલીસે પર્દાફાશ કર્યો છે. સોનમ કપૂરની સાસુની દેખભાળ કરતી નર્સ દ્વારા ઘરેણાં અને રોકડની ચોરી કરવામાં આવી હતી. આમાં તેનો પતિ પણ સામેલ હતો.

Sonam Kapoor Home Theft: અભિનેત્રી સોનમ કપૂરના ઘરે થયેલી ચોરીનો પર્દાફાશ, નર્સે જ આ ઘટનાને આપ્યો અંજામ
Sonam Kapoor Home Theft: અભિનેત્રી સોનમ કપૂરના ઘરે થયેલી ચોરીનો પર્દાફાશ, નર્સે જ આ ઘટનાને આપ્યો અંજામ
author img

By

Published : Apr 13, 2022, 5:14 PM IST

નવી દિલ્હીઃ તુગલક રોડ પોલીસે અમૃતા શેરગિલ માર્ગ પર સ્થિત અભિનેત્રી સોનમ કપૂરના ઘરમાં થયેલી ચોરી (Sonam Kapoor Home Theft)નો મામલો ઉકેલી નાખ્યો છે. આ મામલામાં પોલીસે સોનમની સાસુ અને તેના પતિની દેખભાળ કરતી નર્સની ધરપકડ કરી છે. આ મામલામાં સોનમ કપૂરના ઘર (sonam kapoor house in delhi)માંથી લગભગ 2.41 કરોડ રૂપિયાની જ્વેલરી અને રોકડની ચોરી થઈ હતી. પોલીસે આરોપીઓ પાસેથી કેટલાક દાગીના પણ જપ્ત કર્યા છે.

Sonam Kapoor Home Theft: અભિનેત્રી સોનમ કપૂરના ઘરે થયેલી ચોરીનો પર્દાફાશ, નર્સે જ આ ઘટનાને આપ્યો અંજામ
Sonam Kapoor Home Theft: અભિનેત્રી સોનમ કપૂરના ઘરે થયેલી ચોરીનો પર્દાફાશ, નર્સે જ આ ઘટનાને આપ્યો અંજામ

સોનમ કપૂરનું સાસરૂ: મળતી માહિતી મુજબ, તુગલક રોડ સ્થિત અમૃતા શેરગિલ માર્ગ પર અભિનેત્રી સોનમ કપૂરનું સાસરૂ (Sonam kapoor in laws house)છે. આ ઘરમાં તેના સસરા હરીશ આહુજા, સાસુ પ્રિયા આહુજા અને દાદીમા સરલા આહુજા રહે છે. પોલીસને આપેલી ફરિયાદમાં તેમના ઘરમાં રાખેલા દાગીનાની ચોરી થઈ હોવાનું જણાવ્યું છે. આ ફરિયાદ સોનમ કપૂરની સાસુ વતી તુગલક રોડ પોલીસ સ્ટેશન (Tughlaq road police station)માં નોંધાવવામાં આવી હતી.

આ પણ વાંચો: Transgender Protection Cell: તેલંગાણા પોલીસે પહેલો ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન સેલ 'પ્રાઈડ પ્લેસ' શરૂ કર્યો

આ ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે તેના ઘરેણાં ઘરમાં રાખવામાં આવ્યા હતા જે ગાયબ થઈ ગયા છે. આ ઉપરાંત રોકડ રકમની પણ ચોરી થઈ છે. તેમની કુલ કિંમત 2.41 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેણીએ પોલીસને જણાવ્યું કે, તે આ દાગીનાનો ઉપયોગ ક્યારેક જ કરતી હતી. આ ઘરેણાં તેણે છેલ્લીવાર દોઢથી બે વર્ષ પહેલા જોયા હતા. ફેબ્રુઆરી મહિનામાં, જ્યારે તેણે ઘરેણાં કાઢવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે જોયું કે તે ગાયબ હતા. પહેલા તો તેણે પોતાના સ્તરે દાગીના શોધવાની કોશિશ કરી, પરંતુ કંઈ ન મળતાં સમગ્ર મામલાની પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: SpiceJet Pilots Barred: સ્પાઈસજેટના 90 પાઈલેટને 737 MAX એરક્રાફ્ટ ઉડાવવા પર પ્રતિબંધ

પોલીસને અપર્ણા રૂથ વિલ્સન પર શંકા: આ સંદર્ભે તુગલક રોડ પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો હતો અને ઘરમાં કામ કરતા તમામ કર્મચારીઓની પૂછપરછ કરી હતી. આ ફરિયાદ પરથી સ્પષ્ટ થયું કે ઘરની અંદર કોઈએ ચોરીને અંજામ આપ્યો હતો. પૂછપરછ દરમિયાન પોલીસને અપર્ણા રૂથ વિલ્સન પર શંકા હતી, જે સોનમની સાસુનું ધ્યાન રાખતી હતી. તે એક નર્સ છે. પોલીસ ટીમે તેની પૂછપરછ કરતાં તેણે ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું કે, આ ઘટનામાં તેનો પતિ નરેશ કુમાર સાગર પણ સામેલ છે. તે શકરપુર સ્થિત ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ માહિતીના આધારે પોલીસ ટીમે નરેશની પણ ધરપકડ કરી હતી. પોલીસ તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવાનો પ્રયાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.