મુંબઈઃ એક તરફ સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' બોક્સ ઓફિસ પર ધ્વસ્ત થઈ રહી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ભરપૂર લાભ લઈ રહેલી ફિલ્મ 'જરા હટકે જરા બચકે' સિનેમાઘરોમાં સારું પ્રદર્શન કરી રહી છે. એટલું જ નહિં તારીખ 2 જૂને રિલીઝ થયેલી વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર કબજો જમાવી રહી છે. વળી 'આદિપુરુષ' રિલીઝ થયા પછી પણ ફિલ્મની કમાણી ચાલુ છે.
આદિપુરુષના વિરોધનો ફાયદો: ફિલ્મ રિલીઝ થયાને ત્રણ અઠવાડિયા થઈ ગયા છે અને આ ત્રણ અઠવાડિયામાં ફિલ્મ તેની કિંમત કરતાં બમણી કમાણી કરવાની દિશામાં છે. આ ફિલ્મ તારીખ 23 જૂને રિલીઝના 22માં દિવસે આવી હતી અને ગુરુવારે 21માં દિવસે પણ ફિલ્મે કરોડના આંકડામાં કમાણી કરી લીધી છે. 'આદિપુરુષ'ના જોરદાર વિરોધથી ફિલ્મને ઘણો ફાયદો થઈ રહ્યો છે અને ફિલ્મની કમાણી દિવસેને દિવસે વધી રહી છે.
ચોથા સપ્તાહમાં એન્ટ્રી: વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ની 21માં દિવસે અંદાજિત કમાણી 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. બીજી તરફ ફિલ્મે 20માં દિવસે 1.08 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. 'જરા હટકે ઝરા બચકે'નું 21 દિવસમાં કુલ કલેક્શન 72.46 કરોડ રૂપિયા થઈ ગયું છે. 40 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ હવે તેના ચોથા સપ્તાહમાં ચાલી ગઈ છે.
થિયેટરમાં સારું પ્રદર્શન: 'જરા હટકે જરા બચકે' કમાણી મામલે 'આદિપુરુષ'ને પાછળ છોડી દીધા છે. આદિપુરુષે શરૂઆતના દિવસે 88 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને 'જરા હટકે જરા બચકે' 5.50 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. બીજી તરફ 'આદિપુરુષ'ની ત્રીજા દિવસની કમાણી 75 ટકા ઘટી ગઈ હતી અને બીજી તરફ 'ઝરા હટકે ઝરા બચકે' હજુ પણ તેના ઓપનિંગ કલેક્શનના પ્રમાણમાં એટલો ઘટાડો થયો નથી. ફિલ્મ હજુ પણ કરોડોના આંકડામાં કમાણી કરી રહી છે.