હૈદરાબાદ: વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ 'જરા હટકે જરા બચકે' તારીખ 2 જૂને રિલીઝ થઈ હતી અને તે હજી પણ બૉક્સ ઑફિસ પર રાજ કરી રહી છે. તારીખ 16 જૂને પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ 'આદિપુરુષ' ફિલ્મ 'જરા હટકે જરા બચકે'નું કંઈ અસર કરી શકી નહીં. પરંતુ તારીખ 29 જૂને બકરી ઈદના અવસરે રિલીઝ થયેલી કાર્તિન આર્યનની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'એ વિકી કૌશલની ફિલ્મની કમાણી પર મોટો કાપ મુકી દીધો છે.
બોક્સ ઓફિસ કલેક્શન: 'જરા હટકે જરા બચકે' આજે તારીખ 30 જૂને રિલીઝના 29માં દિવસે ચાલી રહી છે અને ફિલ્મની 28માં દિવસની કમાણીમાં મોટો ઘટાડો થયો છે. જ્યાં અત્યાર સુધી ફિલ્મ કરોડો રૂપિયાની કમાણી કરતી હતી અને હવે 'સત્યપ્રેમ કી કથા' રિલીઝ થતાં જ ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ની કમાણી અડધી થઈ ગઈ છે. જી હાં, વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ 'જરા હટકે જરા બચકે' હવે બોક્સ ઓફિસ પર પડતી જોવા મળી રહી છે.
ફિલ્મની કમાણીમાં ઘટોડો: જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર ફિલ્મે 28માં દિવસે લગભગ 50 લાખ રૂપિયા કમાણી કરી છે. 28માં દિવસની કમાણીથી 'જરા હટકે જરા બચકે'નું કુલ કલેક્શન 82.31 કરોડ રૂપિયા થઈ ગયું છે. ફિલ્મ માટે વધુ કમાણી કરવી મુશ્કેલ હશે. કારણ કે, કાર્તિકા આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'એ ઓપનિંગ ડે પર આવતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાકો કરી દીધો છે.
ફિલ્મ સમાપ્તિના પંથે: ફિલ્મે તેના શરૂઆતના દિવસે લગભગ 9 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે, કાર્તિક આર્યન અને કિયારા અડવાણી અભિનીત ફિલ્મ 'સત્યપ્રેમની કથા'ની સામે પ્રભાસ અને કિર્તી સેનન અભિનીત ફિલ્મ 'આદિપુરુષ' અને વિકી કૌશલ અને સારા અલી ખાન દ્વારા અભિનીત ફિલ્મ 'જારા હટકે જરા બચકે' ક્યાં સુધી ટકી શકે છે, તે હવે જોવાનું રહ્યું.