કોલકાતા: દેશભરમાં વિવાદો વચ્ચે રિલીઝ થયેલી સુદીપ્તો સેનની તાજેતરની ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'ને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દેશભરમાં થિયેટરોની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. આ દરમિયાન મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે મુજબ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સરકારે શાંતિ જાળવી રાખવા અને રાજ્યમાં નફરત અને હિંસાની ઘટનાઓને ટાળવા માટે 'ધ કેરલા સ્ટોરી' પર પ્રતિબંધ મૂક્યો છે.
પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય: ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ કહ્યું કે, 'આ નિર્ણય નફરત અને હિંસાની કોઈપણ ઘટનાને ટાળવા અને રાજ્યમાં શાંતિ જાળવી રાખવા માટે છે'. કાશ્મીરી પંડિતોના કથિત નરસંહાર પર બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો ઉલ્લેખ કરતાં બંગાળના CMએ કહ્યું, 'ધ કાશ્મીર ફાઇલ્સ' શું હતી ? સમાજના ચોક્કસ વર્ગનું અપમાન કરવું અને 'ધ કેરલા સ્ટોરી' શું છે ? આ પણ એક વિકૃત સ્ટોરી છે. મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્ય સચિવને નિર્દેશ આપ્યો છે કે, તે તમામ થિયેટરોમાંથી ફિલ્મને હટાવી દેવામાં આવે, જ્યાં તે બતાવવામાં આવી રહી છે.' પશ્ચિમ બંગાળ ફિલ્મ પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય બની ગયું છે.
- The Kerala Story: 'ધ કેરલા સ્ટોરી'એ બોક્સ ઓફિસ હાહાકર મચાવ્યો, જાણો ત્રીજા દિવસની કમાણી
- Sonam Kapoor: સોનમ કપૂરનું કોરોનેશન કોન્સર્ટમાં શાનદાર પ્રેઝન્ટેશન, 'નમસ્તે' સાથે કરી અભિનયની શરુઆત
- Bandaa trailer: રેપ પીડિતા માટે કોર્ટમાં લડતા મનોજ બાજપેયી, અહિં જુઓ ફિલ્મનું રસપ્રદ ટ્રેલર
ફિલ્મ નિર્માતાનું નિવેદન: આ દરમિયાન મમતા સરકારના નિર્ણય પર ફિલ્મ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 'જો રાજ્ય સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે કાયદાકીય માર્ગ શોધીશું'. જો કે, અમે જે પણ રસ્તો અપનાવીશું, તે કાયદાકીય સલાહ પર આધારિત હશે. સુદીપ્તો સેન દ્વારા દિગ્દર્શિત અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત ધ કેરલા સ્ટોરીમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની મુખ્ય ભૂમિકામાં છે. નોંધપાત્ર વાત એ છે કે, ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. જે બાદ વિરોધ પક્ષો આ નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે.