મુંબઈ: બોલિવુડની સુંદર અભિનેત્રી પરિણીતી ચોપરા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. અભિનેત્રીએ ચાલુ વર્ષના તારીખ 13 મેના રોજ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા અને પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી હતી. સગાઈ બાદથી જ ફેન્સ આ સુદંર કપલના લગ્નની રાહ જોઈ રહ્યા છે. સગાઈ પછી પરિણીતી અને રાઘવ ઘણી વાર મીટિંગ્સ નક્કી કરીને મળી રહ્યાં હતાં. આ દરમિયાન તેઓ સોશિયલ મીડિયા પર પણ ખુબ જ લોકપ્રિય થયા હતા.
પરિણીતી-રાઘવ મુંબઈ એર્પોર્ટ પર થયા સ્પોટ: હવે ફરી એક વાર આ કપલનો એક વીડિયો સામે આવ્યો છે. પરિણીતી અને રાઘવ મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યાં હતાં. પરિણીતી ચોપરા મુંબઈ એરપોર્ટ પર અદભૂત વાયોલેટ ટચ બ્લુ ટ્રેસમાં જોવા મળી હતી. પરિણીતીએ આંખો પર બ્લેક ચશ્મા પહેર્યાં છે. પરિણીતી મુંબઈ એરપોર્ટ પર સ્વેગમાં જોવા મળી હતી. અભિનેત્રીએ તેમના ડ્રેસને હાઈ હિલ્સ સાથે જોડી બનાવી છે. જ્યારે રાઘવ ચઢ્ઢાની વાત કરીએ તો, તેમણે બ્લુ શર્ટની નીચે બ્લેક કલરનું પેન્ટ પહેર્યું હતું.
ચાહકોએ લગ્નની તારીખ જણાવવાં કહ્યું: સોશિયલ મીડિયા પર વીડિયો આવતા જ યુઝર્સોની પ્રતિક્રિયા શરુ થઈ ગઈ હતી. કેટલાંક ટ્રોલ કરી રહ્યાં છે તો, કેટલાંક લગ્નની તારીખ પુછી રહ્યાં છે. એક યુઝરે લખ્યું છે કે, ''સંસદમાં અપમાન થયા બાદ તમે તમારી ભાવિ પત્ની સાથે કેવી રીતે ફરો છો.'' તે જ સમયે એક ચાહકે લખ્યું છે કે, 'લગ્નની તારીખ તો જાણોવો.'' પરિણીતી અને રાઘવ શિયાળામાં લગ્ન કરવા જઈ રહ્યાં છે. શક્ય છે કે, આ વર્ષના અંત સુધીમાં આ કપલ લગ્નના બંધનમાં બંધાઈ જશે, એ દિવસ હવે દુર નથી.