હૈદરાબાદઃ સાઉથના સુપરસ્ટાર પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સલાર પાર્ટ 1 સીઝફાયર'ની આતુરતાથી રાહ જોઈ રહેલા ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. પ્રભાસના ચાહકો લાંબા સમયથી 'સલાર'ને લઈને ફિલ્મના ટ્રેલર અને રિલીઝની રાહ જોઈ રહ્યા છે. હવે, પ્રભાસના ચાહકો માટે સારા સમાચાર છે કે સલારના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. સલાર, હોમ્બલ ફિલ્મ્સના નિર્માતાઓએ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આજે, 30મી નવેમ્બરે ફિલ્મ સલાર સીઝ ફાયરના ટ્રેલરની રિલીઝ તારીખની જાહેરાત કરી છે. પ્રભાસના ચાહકોને સલારના ટ્રેલર માટે વધુ રાહ જોવી પડશે નહીં.
સલારનું ટ્રેલર ક્યારે અને કેટલા વાગ્યે રિલીઝ થશે?: તમને જણાવી દઈએ કે, સલાર પાર્ટ 1 સીઝફાયરનું ટ્રેલર આવતીકાલે એટલે કે 1લી ડિસેમ્બરે રિલીઝ થશે. સલારનું ટ્રેલર આવતીકાલે 1લી ડિસેમ્બરે સાંજે 7.19 વાગ્યે રિલીઝ થશે. સલારના નિર્માતાઓએ આ ખુશખબર સાથે એક ફોટો પણ શેર કર્યો છે. આ ફોટોમાં સલારના દિગ્દર્શક પ્રશાંત નીલ અને મુખ્ય અભિનેતા પ્રભાસ જોવા મળે છે. આ ફોટો શેર કરીને મેકર્સે દર્શકોને એક શાનદાર ઓફર રજૂ કરી છે.
દર્શકો માટે શું છે ઑફર?: ખરેખર, આ ફોટો શેર કરીને મેકર્સે દર્શકોને શ્રેષ્ઠ કૅપ્શન ઑફર કરી છે. એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે જે 5 લોકોને કેપ્શન શ્રેષ્ઠ હશે તેઓને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાનો મોકો મળશે. જો તમે પણ સલારનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માંગો છો, તો રાહ શેની જુઓ છો, આ ફોટોને બેસ્ટ કેપ્શન આપો અને મેળવો સલારની ટિકિટ.
ડિંકી સાથે થશે ટક્કરઃ તમને જણાવી દઈએ કે, 'સલાર' 22 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી પણ આ દિવસે રિલીઝ થઈ રહી છે. વર્ષ 2023માં સલાર અને ડંકીની બોક્સ ઓફિસ પર સૌથી મોટી ટક્કર માનવામાં આવે છે. હવે જોવાનું એ રહે છે કે, બોક્સ ઓફિસ પર કોણ કોને ટક્કર આપશે.
આ પણ વાંચો: