હૈદરાબાદ: તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. સંગીતકાર અભિનેતા અને નિર્માતા વિજય એન્ટોનીએ તેમની 16 વર્ષની પુત્રી મીરાની ખોટ પર શોક વ્યક્ત કર્યો છે. મીરાએ તારીખ 19 સપ્ટેમ્બરે દુ:ખદ રીતે આત્મહત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીએ સવારે 3 વાગ્યે ચેન્નઈના અલવરપેટ ખાતેના તેમના નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, તેમણે સુસાઈડ નોટ લખી છે કે કેમ ? તે જાણવા માટે તેમના રૂમની તપાસ કરી રહી છે.
વિજય એન્ટોનીની પુત્રીનો આપઘાત: મીરા તેમના ચેન્નઈના ઘરે લટકતી હાલતમાં મળી આવી હતી. આ દરમિયાન ડૉક્ટરોએ તેમની તપાસ કરતા મૃત જાહેર કરી હતી. પોલીસ અને સંબંધીઓના જણાવ્યા અનુસાર, મૃતક ડિપ્રેશનમાં હતી. વિજય એન્ટોની તમિલ મનોરંજન ઉદ્યોગ ક્ષેત્રે એક્ટિંગ પ્રોજેક્ટ્સમાં સક્રિયપણે સામેલ છે. તેઓ આગામી ફિલ્મ 'રથ્થમ'ના રિલીઝની તૈયારી કરી રહ્યા છે. આ દુ:ખદ ઘટના પહેલા તેેમણે ચેન્નઈમાં એક સ્થળે કોન્સર્ટનું આયોજન કર્યું હતું.
પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ ચાલુ: આપઘાતજક અને હ્રુદયદ્રાવક ઘટના તારીખ 19 સપ્ટેમ્બરની વહેલી સવારે બહાર આવી હતી. ચેન્નઈના અલવરપેટ ખાતેના તેમના નિવાસ્થાન પર મીરાના જીવનનો દુ:ખદ અંત આવ્યો છે. ઘરના સદસ્યો મીરાને ચેન્નઈની હોસ્પિટલમાં લઈ ગયા હતા. દુર્ભાગ્યે ડૉક્ટરોની ટીમે મૃત જાહેર કરી હતી. આ હ્રુદયદ્રાવક ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. કારણ કે, પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ ચાલુ છે. તે ચેન્નઈની એક જાણીતી શાળાની વિદ્યાર્થીની હતી.
વિજય એન્ટોનીની કારકિર્દી: વિજય એન્ટોનીએ મુખ્યત્વે તમિલ ફિલ્મ ઉદ્યોગમાં સંગીતકાર તરીકે નોંધપાત્ર સફળતા મેળવી છે. તેમની સંગીતની પ્રતિભાના યોગદાનના ઘણા વર્ષો પછી, તેમણે નિર્માતા અભિનેતા, સંગીત, સંપાદક, ઓડિયો એન્જિનિયર અને દિગ્દર્શક તરીકે કામ કર્યું છે. એન્ટોનીએ ફાતિમાં વિજય એન્ટોની સાથે લગ્ન કર્યા હતા, જે તેમની પ્રોડક્શન કંપનીનું સક્રિયપણે સંચાલન કરે છે. આ દંપતી બે પુત્રી મીરા અને લારાના માતા-પિતા છે. (With agency inputs)
આત્મહત્યા એ કોઈ ઉકેલ નથી: જો તમને આત્મહત્યાના વિચારો આવે છે અથવા કોઈ મિત્ર વિશે ચિંતિત હોય અથવા ભાવનાત્મક સમર્થનની જરુર હોય તો કોઈ સાંભળવા માટે હંમેશા હાજર હોય છે. સ્નેહા ફાઉન્ડેશન 04424640050 (available 24x7) અથવા iCall, the Tata Institute of Social Sciences પર કોલ કરો. હેલ્પલાઈન - 9152987821, જે સોમવારથી શનિવાર સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ઉલ્પબ્ધ છે.
- Aditya Ananya Upcoming Movie: આ ફિલ્મમાં સાથે જોવા મળી શકે છે આદિત્ય રોય કપૂર અનન્યા પાંડે
- Jaane Jaan Screening: વિજય વર્મા તમન્ના ભાટિયા 'જાને જાન' ફિલ્મની સ્ક્રીનિંગમાં એકસાથે જોવા મળ્યા, જુઓ વીડિયો
- Jawan Box Office Collection: શાહરુખની 'જવાન' 13માં દિવસે 500 કરોડનો આકડો કરશે પાર, ફિલ્મની કમાણીમાં ઘટાડો થવાની શક્યતા