હૈદરાબદ: બોલિવુડના પ્રખ્યાત અભિનેતા વિક્કી કૌશલ આ દિવસોમાં ગુજરાતના પ્રવાસે છે. તેઓ તારીખ 28ના રોજ ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ વચ્ચે યોજાયેલી IPL મેચ જોવા માટે ગયા હતા. આ મેચ દરમિયાન ખુબજ વરસાદ આવ્યો હતો. જેના કારણે મેચ રદ કરવામાં આવી હતી.
અમદાવાદમાં અભિનેતા: વિક્કી કૌશલ હાલમાં ગુજરાતના અમદાવાદ શહેરમાં છે. તેઓ મેચ જોવા માટે અમદાવાદ આવ્યા હતા પરંતુ વરસાદના કારણે મચે જોઈ નશક્યા હતા. આ દરમિયાન તેમણે વરસાદને લઈને એક રમૂજી તસવીર શેર કરી હતી. આ સાથે તેઓ ગુજરાતની વિવિધ વાનગી ખાવાનો આનંદ પણ લઈ રહ્યાં છે. તેમણે ગુજરાતની ફેમસ વાનગીની તસવીર પણ શેર કરી છે. તસવીરમાં અભિનેતા પિચ કલરના હુડી સ્ટાઈલમાં પોશાક અને જિન્સ પેન્ટ પહેરી છે. આ ઉપરાંત તેમણે પગમાં વ્હાઈટ બુટ પહેર્યા છે. આ સાથે ચશ્મામાં સુપર લાગી રહ્યાં છે.
તસવીર કરી શેર: અભિનેતા વિક્કી કૌશલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પર તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તેમણે રમૂજીમાં લખ્યું હતું કે, ''બારીશ તુજે પાપ લગેગા.'' ગઈ કાલે તેઓ મેચ જોવા માટે ગયા હતા, ત્યારે વરસાદ બહુ હતો જેના કારણે મેચ જોઈ શક્યા ન હતા. અભિનેતાએ પોતાની ફિલ્મ 'જરા હટકે જરા બચકે'નું સોન્ગ 'બેબી તુજે પાપ લગેગા'ના સ્ટાઈલમાં આ લખ્યું હતું.
જલેબી ફાફડા આવ્યા પસંદ: વિક્કી કૌશલે બીજી પણ તસવીર શેર કરી હતી. આ તસવીર શેર કરીને નોંધ લખી છે કે, 'જરા ફાફડા અને જરા જલેબી' તેઓ એક મીઠાઈની દુકાનમાં છે. જ્યાં અભિનેતાએ તેમની ફિલ્મનું નામ 'જરા હટકે જરા બચકે' એક ટેબલ પર લખ્યું છે.' આ દરમિયાન તેઓ અમદાવાદમાં ગુજરાતની ફેમસ વાનગી ફાફડા અને જલેબીનો આનંદ લઈ રહ્યાં હતાં. ફાફડા જલેબી એક સામાન્ય નાસ્તો છે. આ દશેરાના દિવસે લોકો ખાસ ખાવાનો આનંદ માણતા હોય છે.