મુંબઈઃ ફિલ્મ જગતમાંથી ફરી એકવાર ખરાબ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા નીતિન મનમોહન (Veteran producer Nitin Manmohan)નું આજે (તારીખ 29 ડિસેમ્બર) મુંબઈમાં નિધન થયું (Nitin Manmohan passes away) છે. તાજેતરમાં જ તેમને હાર્ટ એટેક આવતા મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિર્માતાની હાલત નાજુક હતી અને અંતિમ ક્ષણોમાં વેન્ટિલેટર પર તેમનું મૃત્યુ થયું હતું. આ દુખદ સમાચારથી બોલિવૂડમાં શોકની લહેર છવાઈ ગઈ છે અને સેલેબ્સ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: તુનિષા અને લીના પછી અન્ય એક અભિનેત્રીનું મૃત્યુ, લૂંટફાટ અને બદમાશોએ મારી ગોળી
હાર્ટ એટેક ક્યારે આવ્યો: મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિર્માતાને તારીખ 3 ડિસેમ્બરે હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેમને કોકિલા ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમની સારવાર ચાલી રહી હતી. જોકે દવાઓ તેની અસર બતાવી રહી હતી, પરંતુ તે બચી શક્યા નહીં. અહેવાલો અનુસાર નીતિનની પુત્રીએ જણાવ્યું છે કે, 'ગુરુવારે સવારે તેમના પિતાનું નિધન થયું. તેઓ છેલ્લા 3 અઠવાડિયાથી મુંબઈની કોકિલા ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ હતા.' જણાવવામાં આવી રહ્યું છે કે, સ્થિતિ નાજુક થયા બાદ તેમને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ICU વોર્ડમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
મળવા ગયા હતા અક્ષય ખન્ના: ફિલ્મ અભિનેતા અક્ષય ખન્ના થોડા દિવસો પહેલા નિર્માતાના પરિવારને મળ્યા હતા અને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે, અક્ષય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક એવા એક્ટર છે, જે પોતાની બીમારીના સમાચાર સાંભળીને નિર્માતાને મળવા ગયા હતી. નીતિન અને અક્ષયે ફિલ્મ 'દીવાંગી' અને 'ગલી ગલી ચોર હૈ'માં સાથે કામ કર્યું હતું.
આ પણ વાંચો: Year Ender 2022: અવતાર 2 સહિતની આ હોલિવૂડ ફિલ્મોએ ભારતમાં કરી ઘણી કમાણી
નીતિન મનમોહન ફિલ્મ: નીતિન મનમોહને હિન્દી સિનેમામાં વિશેષ યોગદાન આપ્યું છે. તેણે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી હતી. જેમાં ઋષિ કપૂર અને જુહી ચાવલા સ્ટારર હિટ ફિલ્મ 'બોલ રાધા બોલ' અને અનિલ કપૂર સ્ટારર ફિલ્મ 'લાડલા', 'ભૂત' અને 'દસ'નો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, નિર્માતાએ સલમાન ખાન અને અસિન સ્ટારર ફિલ્મ 'રેડી' પણ પ્રોડ્યુસ કરી હતી. આ ઉપરાંત નીતિને 'લાડલા', 'યમલા પગલા દીવાના', 'આર્મી', 'શૂલ', 'લવ કે લિયે કુછ ભી કરેગા', 'ચલ મેરે ભાઈ', 'મહા-સંગ્રામ', 'ઈન્સાફ', 'દિવાંગી', 'નયી પડોસન', 'અધર્મ', 'બાગી', 'ઈના મીના ડીકા', 'તથાસ્તુ', 'ટેંગો ચાર્લી','ગલી ગલી ચોર હૈ', 'દિલ માંગે મોર' અને 'સબ કુશલ મંગલ' જેવી ફિલ્મ બનાવી છે.
પિતા પણ એક મહાન અભિનેતા: નીતિન મનમોહન દિવંગત અભિનેતા મનમોહનના પુત્ર હતા. નીતિનના પિતા મનમોહન જૂની હિટ ફિલ્મ 'બ્રહ્મચારી', 'ગુમનામ' અને 'નયા જમાના'માં જોવા મળ્યા હતા. નીતિને અભિનયમાં નહીં, પણ ફિલ્મ નિર્માણમાં તેની કારકિર્દીને વેન્ટ આપ્યો છે.