હૈદરાબાદ: હિતેન કુમારની ફિલ્મ 'વેલકમ પુર્ણિમા'નું ટિઝર રિલીઝ થઈ ગયું છે. આ પહેલા તારીખ 4 એપ્રિલના રોજ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને લઈ દર્શકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોનોર્મા સ્ટુડિયો દ્વારા આ ફિલ્મનું ટિઝરનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. રિલ સુપરસ્ટાર હિતેન કુમાર છેલ્લે કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ વશમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ દ્વારા તેમણે દર્શકોને પોતાના શાનાદાર અભિનયથી ખુશ કરી દિધા હતા.
આ પણ વાંચો: Iftaar In Mumbai: સલમાન ખાનથી લઈ પૂજા હેગડે સુધીના કલાકારોએ બાબા સિદ્દીકની ઇફ્તાર પાર્ટીમાં આપી હાજરી
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વેલકમ પુર્ણિમાનું ટિઝર રિલીઝ: વેલકમ પૂર્મણામાં ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં વીડિયોની શરુઆત મ્યુઝિકથી થાય છે. પુર્ણ ચંદ્રની સામે એક વૃક્ષ સામે એક માણશ અભેલો બતાવવામાં આવ્યો હતો. આ પોસ્ટર એવી રીતે રજુ કરવામાં આવ્યું હતું કે, સૌને ભય લાગે. ફિલ્મની ટિઝરની વાત કરીએ તો આ ફિલ્મના ટિઝરની શરુઆત એક ભયભીત અને હાથના રુંવાટા ઉભા કરી દેતી મ્યૂઝિકથી થાય છે. ત્યાર બાદ એક માણસ અંધારામાં હાથમાં ફાનસ લઈને જંગલ વિસ્તારમાંથી એક મોટા વડ જેવા વૃક્ષ પાસેથી પસાર થતો જોવા મળે છે. ત્યાર બાદ ઘરના બારણા પાસે એક મહિલા અંધારાના આછા અજવાળામાં ઉભેલી જોવા મળે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
પોનોર્મા સ્ટુડિયો દ્વારા પોસ્ટ શેર: ફિલ્મ વેલકમ પુર્ણિમાનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટિઝરનો વીડિયો પોનોર્મા સ્ટુડિયો દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ અંગેની પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'અમારી રાહ આખરે પૂરી થઈ. તમારી સમક્ષ રજૂ કરીએ છીએ ‘વેલકમ પૂર્ણિમા’નું બહુપ્રતિક્ષિત ટીઝર. તમે શું વિચારો છો તે અમને જણાવવા માટે નીચે ટિપ્પણી કરો.
ફિલ્મ કલાકારો: આ ફિલ્મના ટિઝરની શરુઆતમાં ભયભીત કરી દેતી મ્યૂઝિક સાંભળવા મળે છે. આ ફિલ્મના દિગ્દર્શક ઋષિલ જોશી છે. આ વેલકમ પૂર્ણિમાં ફિલ્મના કલાકારોની વાત કરીએ તો હેમ સેવક માનસી રાચ્છ, હિના જયકિશન, બિંદા રાવલ, મૌલિક ચૌહાણ અને ચેતન ધાનાણી સહિત અન્ય કલાકારો પણ સામેલ છે. આ ફિલ્મના દિગ્દર્શક ઋષિલ જોશી છે. આ વેલકમ પૂર્ણિમાં ફિલ્મના કલાકારોની વાત કરીએ તો હેમ સેવક માનસી રાચ્છ, હિના જયકિશન, બિંદા રાવલ, મૌલિક ચૌહાણ અને ચેતન ધાનાણી સહિત અન્ય કલાકારો પણ સામેલ છે.