ETV Bharat / entertainment

The Kerala Story: ફરી કમાણીમાં તેજી, 16માં દિવસે પણ કર્યું શાનદાર કલેક્શન - The Kerala Story Box Office

'ધ કેરલા સ્ટોરી'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મે તેની રિલીઝના 16મા દિવસે એટલે કે ત્રીજા શનિવારે પણ શાનદાર કલેક્શન કર્યું છે. તે ટૂંક સમયમાં 200 કરોડનો આંકડો પાર કરશે.

The Kerala Story: ફરી કમાણીમાં તેજી, 16માં દિવસે પણ કર્યું શાનદાર કલેક્શન

author img

By

Published : May 21, 2023, 10:01 AM IST

હૈદરાબાદ: સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. ફિલ્મ ઘણા વિવાદોથી ઘેરાયેલી હોવા છતાં, તેને બોક્સ ઓફિસ પર દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. આ સાથે આ ફિલ્મ આ વર્ષની બીજી સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે. 'ધ કેરાલા સ્ટોરી'એ પણ રણબીર કપૂર અને સલમાન ખાનની ફિલ્મના લાઈફટાઇમ કલેક્શનને તોડી નાખ્યું છે. ચાલો અહીં જાણીએ કે 'ધ કેરલા સ્ટોરી' એ તેના ત્રીજા શનિવારે એટલે કે તેની રિલીઝના 16માં દિવસે કેટલા કરોડની કમાણી કરી?

'ધ કેરલા સ્ટોરી' એ 16માં દિવસે કેટલા કરોડની કમાણી કરી? અદા શર્મા સ્ટારર ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'ના કલેક્શનમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ ત્રીજા શનિવારે એટલે કે રિલીઝના 16મા દિવસે ફિલ્મે ફરી એકવાર બોક્સ ઓફિસ પર કમાણી કરી. આ સાથે ત્રીજા શનિવારે ફિલ્મના કલેક્શનમાં 30 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. તે જ સમયે, 'ધ કેરલા સ્ટોરી'ની 16મા દિવસની કમાણીનાં પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે.

'ધ કેરલા સ્ટોરી' ટૂંક સમયમાં 200 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે: 'ધ કેરલા સ્ટોરી' એ ત્રીજા શનિવારે તેના કલેક્શનમાં વધારો કર્યો છે. ત્રીજા રવિવારે ફિલ્મનું કલેક્શન ડબલ ડિજિટ સુધી પહોંચવાની આશા છે. તે જ સમયે, મેકર્સ એ પણ આશા રાખી રહ્યા છે કે લગભગ 20 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ ટૂંક સમયમાં 200 કરોડ રૂપિયાનો જાદુઈ આંકડો પાર કરી જશે. આ સાથે શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'પઠાણ' પછી 'ધ કેરલા સ્ટોરી' આ ક્લબમાં સામેલ થનારી બીજી ફિલ્મ બનશે.

ફિલ્મની સ્ટાર કાસ્ટ: ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો તેમાં યોગિતા બિહાની, સિદ્ધિ ઈદાની અને સોનિયા બાલાની સાથે અદા શર્માએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. SacNilk ના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'ધ કેરલા સ્ટોરી' એ તેની રિલીઝના ત્રીજા શનિવારે એટલે કે 16માં દિવસે 9 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 187.32 કરોડ રૂપિયા થઈ ગયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.