મુંબઈઃ બ્લોકબસ્ટર ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' માટે બીજો રવિવાર અત્યાર સુધીનો સૌથી મોટો દિવસ બન્યો. શનિવારે બોક્સ ઓફિસ પર એક જ દિવસમાં સૌથી મોટું કલેક્શન કર્યા બાદ ફિલ્મે 10મા દિવસે એટલે કે રવિવારે ઘણી કમાણી કરી હતી. પ્રારંભિક અનુમાન મુજબ, ફિલ્મ 14 મેના રોજ 23 કરોડ રૂપિયાની કમાણી કરે તેવી શક્યતા છે. આ રીતે બોક્સ ઓફિસનું કુલ કલેક્શન 136 કરોડની આસપાસ પહોંચી ગયું છે. ફિલ્મ સતત 150 કરોડ ક્લબ તરફ આગળ વધી રહી છે.
બોક્સ ઓફિસ કલેક્શન:
- ધ કેરલા સ્ટોરી દિવસ 1 તારીખ 5 મે 08.03 કરોડ
- દિવસ 2 તારીખ 6 મે 11.01 કરોડ
- દિવસ 3 અને તારીખ 7 મે 16.43 કરોડ
- દિવસ 4 અને તારીખ 8 મે 10.03 કરોડ
- દિવસ 5 અને તારીખ 9 મે દિવસ 11.07 કરોડ
- દિવસ 6 અને તારીખ 10 મે 12.01 કરોડ
- દિવસ 7 અને તારીખ 11 મે 12.54 કરોડ
- દિવસ 8 અને તારીખ 12 મે 12.35 કરોડ
- દિવસ 9 અને 13 મે 19.35 કરોડ
- દિવસ 10 અને 14 મે અનુમાન પ્રમાણે 23.00 કરોડ
- કુલ 136.00 કરોડ
ફિલ્મ રેકોર્ડ: ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોના મતે આ ફિલ્મ આવતીકાલે એટલે કે, મંગળવાર સુધીમાં 'તુ જૂઠી મેં મક્કાર'ને પાછળ છોડીને વર્ષની બીજી સૌથી મોટી બોલિવૂડ ફિલ્મ બની શકે છે. તારીખ 8 કરોડની ઓપનિંગ સાથે 'ધ કેરલા સ્ટોરી' 2023માં હિન્દી ફિલ્મ માટે શાહરૂખ ખાન સ્ટારર પઠાણની કમાણી રૂપિયા 55 કરોડ, સલમાન ખાન સ્ટારર 'કિસી કા ભાઇ કિસી કી જાન'ની 15.81 રૂપિયા આ પછી પાંચમી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. સૌથી મોટી ઓપનિંગ શ્રદ્ધા કપૂરની રોમાન્સ ડ્રામા 'તુ જૂઠી મેં મક્કાર' છે જેની કમાણી રૂપિયા 15.7 કરોડ અને અજય દેવગણ સ્ટારર 'ભોલા'ની રૂપિયા 11.20 કરોડ હતી. આ ફિલ્મે કાર્તિક આર્યનની શહેજાદા અને અક્ષય કુમાર-ઇમરાન હાશ્મી અભિનીત સેલ્ફીને માત આપી છે.