ETV Bharat / entertainment

Oscar Awards 2023: હાથી પર બનેલી આ ડૉક્યુમેન્ટરીની સ્ટોરીમાં આખરે છે શું - How Do You Measure A Year

કાર્તિકી ગોન્સાલ્વીસે ડાયરેક્ટ કરેલી અને ગુનીત મોંગા નિર્મિત ધ એલિફન્ટ વ્હીસ્પર્સે 95માં એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટનો એવોર્ડ જીત્યો હતો. 95મો ઓસ્કાર એવોર્ડ અમેરિકામાં યોજાઈ રહ્યો છે. જેમાં બે ભારતીય કૃતિ સ્થાન પામી છે.

Oscar Awards 2023: હાથી પર બનેલી આ ડૉક્યુમેન્ટરીની સ્ટોરીમાં આખરે છે શું

author img

By

Published : Mar 13, 2023, 10:09 AM IST

લોસ-એન્જલોસઃ આજે 95મો એકેડેમી એવોર્ડ જુદી જુદી કેટેગરીમાં શ્રેષ્ઠત્તમ કૃતિઓને આપવામાં આવી રહ્યો છે. કાર્તિકી ગોન્સાલ્વિસે નિર્દેશિત કરેલી અને ગુનીત મોંગા નિર્મિત ધ એલિફન્ટ વ્હીસ્પર્સે 95માં એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટનો એવોર્ડ જીત્યો છે. કેટેગરીમાં અન્ય ચાર નામાંકિત હતા હોલઆઉટ, ધ માર્થા મિશેલ ઇફેક્ટ, સ્ટ્રેન્જર એટ ધ ગેટ અને હાઉ ડુ યુ મેઝર અ યર. The Elephant Whispers આ શ્રેણીમાં નામાંકિત થનારી ત્રીજી ફિલ્મ છે. ઓસ્કાર જીતનારી પ્રથમ ભારતીય ફિલ્મ છે. અગાઉ 1969 અને 1979માં, ધ હાઉસ ધેટ આનંદ બિલ્ટ અને એન એન્કાઉન્ટર વિથ ફેસ અનુક્રમે શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ માટે નોમિનેટ થયા હતા.

આ પણ વાંચોઃ OSCARS AWARDS 2023: પત્ની સાથે રામચરણ પહોંચ્યા એવોર્ડ ફંક્શનમાં, ફિલ્મને લઈને કહી મોટી વાત

સ્ટોરી શુંઃ ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ મુદુમલાઈ નેશનલ પાર્કમાં રઘુ નામના અનાથ હાથીની વાર્તા છે. જેની દેખરેખ બોમન અને બેલી નામના સ્થાનિક કપલ કરે છે. ડોક્યુમેન્ટ્રીમાં માત્ર તેમની વચ્ચેનો પ્રેમ જ નહીં. પરંતુ આસપાસના કુદરતી સૌંદર્યને પણ સુંદર રીતે શૂટ કરવામાં આવ્યું છે. Elephant Whispers નેટફ્લિક્સ પર ડિસેમ્બર 2022 માં રિલીઝ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Oscars Awards 2023: ગુડન્યૂઝ, ભારતને મળ્યા બે ઓસ્કાર, 'RRR' સિવાય પણ છે આ ડૉક્યુમેન્ટ્રી

ભારતનું નામ રોશનઃ આ વર્ષે ઓસ્કારમાં ભારતની બે મોટી કૃતિ પસંદગી પામી છે. ધ એલિફન્ટ વ્હીસ્પર્સ સિવાય, વૈશ્વિક સ્તરે વાયરલ ગીત SS રાજામૌલીના બ્લોકબસ્ટર RRR ના નટુ-નાટુને શ્રેષ્ઠ મૂળ ગીત માટે નામાંકિત કરવામાં આવ્યું છે. ફિલ્મ નિર્માતા શૌનક સેનની ઓલ ધેટ બ્રેથને શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મમાં નોમિનેટ કરવામાં આવ્યું છે. કેટેગરી, જે નવલ્નીએ જીતી હતી. આ તમામ નોમિની સાથે, અભિનેત્રી દીપિકા પાદુકોણે ઓસ્કારમાં હાજરી આપી હતી. જે સમારંભમાં આઈકોન બની છે. પર્સિસ ખંભટ્ટા અને પ્રિયંકા ચોપરા પછી ઓસ્કારમાં પર્ફોર્મ કરનાર તે ત્રીજી ભારતીય સ્ટાર છે. 95મો ઓસ્કાર એવોર્ડ 2023માં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટમાં ઓસ્કાર એવોર્ડ ભારતના નામે લખાયો છે. આ ઈવેન્ટમાં દીપિકાનો લુક પણ શાનદાર રહ્યો છે. પણ સૌથી વધારે ચર્ચા એનટીઆર એ પહેરેલા સુટની થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.