ETV Bharat / entertainment

'ધ આર્ચીઝ'ના સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો જમાવડો, ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા આ સ્ટાર્સ - द आर्चीज स्क्रीनिंग

THE ARCHIES SCREEING: ઝોયા અખ્તરની આગામી ફિલ્મ 'ધ આર્ચીઝ' મુંબઈમાં સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. જેમાં શાહરૂખ ખાન આખા પરિવાર સાથે સ્ક્રીનિંગમાં હાજર રહ્યો હતો. બચ્ચન પરીવારે પણ સ્ક્રિનિંગમાં હાજરી આપી હતી.

Etv BharatTHE ARCHIES SCREEING
Etv BharatTHE ARCHIES SCREEING
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2023, 1:51 PM IST

હૈદરાબાદ: 5મી ડિસેમ્બરે ઝોયા અખ્તરની આગામી ફિલ્મ 'ધ આર્ચીઝ'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હતું. ઘણા સ્ટાર કિડ્સ આ ફિલ્મથી ડેબ્યૂ કરવા માટે તૈયાર છે, જેમાં પહેલું નામ છે અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાનું. શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને બોની કપૂરની પુત્રી ખુશી કપૂર પણ સામેલ છે. આ સ્ક્રીનિંગમાં બોલિવુડની નામી હસ્તીયાએ સીરકત કરી હતી.

આખા બોલિવૂડને આમંત્રણ: આ અવસર પર શાહરૂખ ખાને તેની પુત્રી સુહાના ખાનની ડેબ્યુ સિરીઝ ધ આર્ચીઝના પ્રીમિયરમાં આખા બોલિવૂડને આમંત્રણ આપ્યું હતું. આ ખાસ અવસર પર સમગ્ર બચ્ચન પરિવાર સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પૌત્ર અગત્સ્ય નંદાની ડેબ્યુ સિરીઝની સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો. હવે આ સ્ક્રીનિંગની અંદરની તસવીરો સામે આવી છે.

'ધ આર્ચીઝ'ના પ્રીમિયરમાં સ્ટાર્સનો જમાવડો: 'ધ આર્ચીઝ'ના પ્રીમિયરમાં રણવીર-રણબીર ઉપરાંત શાહરૂખ તેના પરિવાર સાથે, આખો બચ્ચન પરિવાર, બોલિવૂડના સુપરસ્ટાર રણબીર કપૂર અને રણવીર સિંહ, ઈબ્રાહિમ ખાન, જેકી શ્રોફ, એટલી, કપિલ શર્મા, બોબી દેઓલ, કેટરિના કૈફ, જેનેલિયા-રિતેશ, કાજોલ, અયાન મુખર્જી, રિતિક રોશન.સબા આઝાદની સાથે જ્હાનવી કપૂર, અનન્યા પાંડે, આદિત્ય રોય કપૂર, હેમા માલિની, કરણ જોહર, મલાઈકા અરોરા જેવા કલાકારો પણ પહોંચ્યા હતા.

નેટફ્લિક્સ પર 7 ડિસેમ્બરે રિલીઝ થશે: ધ આર્ચીઝ એ અંગ્રેજી અને હિન્દી ભાષાની ટીન મ્યુઝિકલ કોમેડી ફિલ્મ છે. આ સિરીઝ લોકપ્રિય ઓટોટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 7 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. તે જ સમયે, નેટફ્લિક્સે પોતે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આર્ચીઝની સ્ક્રીનિંગની અંદરની તસવીરો શેર કરી છે.

આ પણ વાંચો:

  1. શાહરૂખ સ્ટારર 'ડંકી'નું ટ્રેલર આવી ગયું, ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર હિરાની છે તો જોવાનું ચૂકતા નહિ
  2. ચેન્નાઈના ચક્રવાતમાં ફસાયેલા આમિર ખાનની મદદ કરી અજિત કુમારે, જુઓ તસવીરો
  3. જો તમે રાજકુમાર હિરાનીની ફિલ્મોના ચાહક છો તો 'ડંકી' ચોક્કસ જુઓ, ટ્રેલરના આ 5 દ્રશ્યો ફિલ્મને સૌથી અનોખી બનાવે છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.