ETV Bharat / entertainment

Rajinikanth Upcoming Films: લોકેશ કનાગરાજ સાથે રજનીકાંતની આગામી ફિલ્મ 'થલાઈવર 171'ની જાહેરાત - લોકેશ કનાગરાજ સાથે રજનીકાંતની ફિલ્મ

સાઉથ અભિનેતા રજનીકાંતની 'જેલર' ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. ત્યારે હવે સન પિક્ચર્સ દ્વારા સોમવારે લોકેશ કનાગરાજ સાથે રજનીકાંતની આગામી ફિલ્મ 'થલાઈવર 171'ની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મામાં રજનીકાંત નિર્માતા લોકેશન કનાગરાજ સાથે સહયોગ કરવા માટે તૈયાર છે.

લોકેશ કનાગરાજ સાથે રજનીકાંતની આગામી ફિલ્મની જાહેરાત

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 3:27 PM IST

ચેન્નઈ: સુપરસ્ટાર રજનીકાંત અને ફિલ્મ નિર્માતા લોકેશ કનાગરાજ તેમની પ્રથમ ફિલ્મમાં સહોયગ કરવા માટે તૈયાર છે, એમ પ્રોડક્શન હાઉસ સન પિક્ચર્સે જણાવ્યું હતું. કનાગરાજ અભિનેતાની 171મી ફિલ્મમાં રજનીકાંતને નિર્દેશિત કરશે. મહિનાઓ પછી, ચેન્નઈ સ્થિત બેનરે સોમવારે સોશિયલ મીડિયા પર સત્તાવારા જાહેરાત કરી હતી.

લોકેશ કનાગરાજ સાથે રજનીકાંતની ફિલ્મ: 'જેલર' ફિલ્મની અદભૂત સફળતા પછી રજનીકાંતે તેમની નવી ફિલ્મની જાહેરાત કરી છે. હાલમાં આ ફિલ્મનું નામ 'થલાઈવર 171' રાખવામાં આવ્યું છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંત આ ફિલ્મ માટે લોકેશ કનાગરાજ સાથે કામ કરશે. 'એન્થિન', 'પેટ્ટા', 'અન્નાત્થે' અને 'જેલર' પછી આ સુપરસ્ટારની સન પિક્ચર્સ સાથેની પાંચમી ફિલ્મ હશે. લોકેશ કનાગરાજની આગામી ફિલ્મ લિયો છે, જેમાં થલાપથી વિજય અભિનય કરશે.

સન પિક્ચર્સ દ્વારા નિર્મિત ફિલ્મ: સન પિક્ચર્સ 'થલાઈવર 171' માટે તૈયારી કરી રહ્યુ છે. નિર્માતાઓએ આગામી ફિલ્મની જાહેરાત કરી છે, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા દ્વારા નામ આપવામાં આવ્યું નથી. આગામી ફિલ્મ કનાગરાજ દ્વારા લખવામાં આવશે અને નિર્દેશિત કરવામાં આવશે. સન પિક્ચર્સ દ્વારા પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, ''અમે સુપરસ્ટાર રજનીકાંતના 'થલાઈવર 171'ની જાહેરાત કરતા ખુશ છીએ. Dir Lokesh દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે.''

જેલર ફિલ્મ વિશે: રજનીકાંત છેલ્લે 'જેલર'માં જોવા મળ્યા હતા. જે હાલમાં પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે. નેલ્સન દિલીપકુમાર દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત, 'જેલર' એક કોમર્શિયલ એક્શન એન્ટરટેઈનર છે, જેમાં રજનીકાંત ટાઈગર મુથુવેલ પાંડિયનની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં વિનાયક રામ્યા કૃષ્ણન અને વસંત રવિ પણ મુખ્ય ભૂમિકમાં છે. આ ઉપરાંત મોહનલાલ, શિવ રાજકુમાર અને જોકી શ્રોફ ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળ્યા હતા.

  1. Ar Rahman Chennai Concert: ચેન્નઈમાં Ar રહેમાનના કોન્સર્ટમાં ચાહકોને કડવો અનુભવ થતાં આયોજકોની ટીકા કરી
  2. Gulmarg Festival 2023: વિકી કૌશલે ગુલમર્ગ ફેસ્ટિવલમાં કર્યો શાનદાર ડાન્સ, જુઓ વીડિયો
  3. A R Rahman Chennai Concert: A R રહેમાને ચેન્નઈ કોન્સર્ટ ગેરવહીવટ પર મૌન તોડ્યું, ચાહકોને આપી આ સલાહ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.