હૈદરાબાદ: બોલિવુડની સુંદર અભિનેત્રી સુષ્મિતા સેન પોતાની આગામી ફિલ્મ 'તાલી'માં શાનદાર ભૂમિકામાં જોવા મળશે. સુષ્મિતા સેન'તાલી'માં ટ્રાન્સજેન્ડર સમાજ કાર્યકર ગૌરી સાવંતના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાંથી સુષ્મિતા સેનનો ટ્રાન્સજેન્ડર લુક ઘણા સમય પહેલા જાહરે થઈ ચુક્યો છે. ત્યારથી સુષ્મિતા સેનના ચાહકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. તાજેતરમાં જ સુષ્મિતા સેને એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, ફિલ્મ 'તાલી'ની રિલીઝ ડેટની જાહેરાત ટૂંક સમયમાં થશે.
ફિલ્મની રિલીઝ ડેટ: તારીખ 29 જુલાઈએ સુષ્મિતા સેને 'તાલી' ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આ સાથે જ ચાહકો રાહ જોઈ રહ્યાં હતા તેનો હવે અંત આવી ગયો છે. એટલું જ નહિં પરંતુ સુષ્મિતા સેને ફિલ્મની રિલીઝ ડેટની સાથે ટીઝર પણ રિલીઝ કર્યુ છે. નોંધનિય છે કે, આ ફિલ્મ સિનેમાઘરોમાં નહિં, પરંતુ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. સુષ્મિતા સેને પોસ્ટ શેર કરીને વધુમાં જાણકારી આપતા લખ્યું કે, ''ગાલી સે તાલી તક કા સફર કી યહ કહાની, પેશ હૈ ભારત કે થર્ડ જેન્ડર શ્રી ગૌરી સાવંત કી લડાઈ કી કહાની''
જાણો ફિલ્મની સ્ટોરી: આ ફિલ્મ તારીખ 15 ઓગસ્ટના રોજ JO સિનેમા પર ફ્રીમાં જોવા મળશે. તાલી ડ્રાન્સજેન્ડર એક્ટવિસ્ટ ગૌરી સાવંત પર આધારિત બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો, ડ્રાન્સજેન્ડર સમાજ પ્રત્યે ગૌરીના સાહસ કાર્ય અને તેમના દ્વારા આપવામાં આવેલું યોગદાન જોવા મળશે. આ રોલને સુષ્મિતા સેન પોતે જ ભૂમિકા ભજવવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન રવિ જાદવે કર્યું છે.