ETV Bharat / entertainment

First Poster of Gadar 2 out: સની દેઓલની ફિલ્મ 'ગદર 2' નું પ્રથમ પોસ્ટર લોન્ચ - ફિલ્મ ગદર 2નું પોસ્ટર રિલીઝ

ગુરુવારે સની દેઓલની ફિલ્મ 'ગદર 2' (Gadar 2 muvie)નું પ્રથમ પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું (First Poster of Gadar 2 out) હતું. રેકોર્ડ તોડી નાખનારી એન્ટરટેઈનરની સિક્વલ 22 વર્ષ પછી પરત ફરી રહી છે. આ ફિલ્મના ડાયલોગ આજે પણ લોકોના મોઢેથી સાંભળવા મળે છે. આવી સ્થિતિમાં સનીનો એ જ જોરદાર અંદાજ ફરી એકવાર 'ગદર 2'માં જોવા મળશે. આ જ કારણ છે કે, ફિલ્મને લઈને ઉત્સુકતા બમણી થઈ ગઈ છે.

First Poster of Gadar 2 out: સની દેઓલ અભિનીત ફિલ્મ 'ગદર 2' નું પ્રથમ પોસ્ટર લોન્ચ

author img

By

Published : Jan 26, 2023, 3:50 PM IST

મુંબઈઃ 22 વર્ષ પહેલાં બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી નાખનાર બોલિવૂડ એક્ટર સની દેઓલની 'ગદર' તેની સિક્વલ સાથે વાપસી કરી રહી છે. 'ગદર 2' નામની સિક્વલનું પ્રથમ પોસ્ટર ગુરુવારે લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે એક તીવ્ર તારા સિંહને દર્શાવે છે. જે સની દ્વારા હથોળી પકડીને ભજવવામાં આવે છે. આ ફિલ્મે તેની રિલીઝની તારીખ 11 ઓગસ્ટ 2023 નક્કી કરી છે. સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મે જ્યારે વર્ષ 2001માં રિલીઝ થઈ ત્યારે બોલિવૂડમાં એક અવિશ્વસનીય હલચલ મચાવી હતી અને આમિર ખાનની ઓસ્કર માટે નોમિનેટેડ 'લગાન' સામે ટક્કર થઈ હતી.

આ પણ વાંચો: Republic Day 2023: તેલંગાણાના રાજ્યપાલે એમએમ કીરાવાણી અને ચંદ્રબોઝનું કર્યું સન્માન

ગદરે રચ્યો ઈતિહાસ: અભિનેતા સન્ની દેઓલે કહ્યું કે ''ગદર - એક પ્રેમ કથા' મારા જીવનનો અંગત અને વ્યવસાયિક રીતે એક પ્રખ્યાત ભાગ રહ્યો છે. ગદરના તારા સિંઘ માત્ર એક નાયક નથી પરંતુ એક સંપ્રદાયના પ્રતિક બન્યા જેણે તમામ અવરોધોને નકારી કાઢ્યા છે. આ ઉપરાંત તેના પરિવાર અને પ્રેમ માટે તમામ સીમાઓ પાર કરી છે. 22 વર્ષ પછી ટીમ સાથે સહયોગ કરવો એ સર્જનાત્મક રીતે સમૃદ્ધ અનુભવ હતો." થોડા અઠવાડિયા પહેલા, ઝી સ્ટુડિયોએ વર્ષ 2023 માટે તેમની લાઇન-અપમાં મૂવીની એક ઝલક શેર કરી હતી. ગદર 2ની પ્રથમ ઝલકમાં, સની ગુસ્સામાં ચીસો પાડીને એક વિશાળ વ્હીલ ઉપાડતો જોવા મળે છે. પ્રથમ ઝલક જોઈને, એવું લાગે છે કે નિર્માતાઓ ચાહકોને વર્ષ 2001માં પાછા લઈ જવાનો લક્ષ્યાંક ધરાવે છે. જ્યારે ગદરે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો હતો.

આ પણ વાંચો: Oscar Nomination: Mm કીરવાણીએ પદ્મશ્રીથી સન્માનિત થવા બદલ વ્યક્ત કર્યો આભાર

ફિલ્મ કલાકાર: દિગ્દર્શક અને નિર્માતા અનિલ શર્મા દ્વારા નિર્દેશિત અને ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત, નવી મૂવીમાં સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. પ્રથમ પોસ્ટર લોન્ચ પર પોતાનો આનંદ શેર કરતા, નિર્દેશક અને નિર્માતા અનિલ શર્માએ કહ્યું: "હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ. ઝિંદાબાદ થા. ઝિંદાબાદ રહેગા તારા સિંહ ફરી એક્શનમાં છે!"

  • #GADAR is not just a film .. #TARASINGH is just not a character,it’s emotions of billions. people of ind n abroad..they are trending #Gadar2 every day .. posting photos n their emotions..we love n respect them,pls wait little more, announcement of release date will cm soon 🙏🙏 pic.twitter.com/oKNGMj5QQ7

    — Anil Sharma (@Anilsharma_dir) January 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સની દેઓલની દમદાર સ્ટાઈલ: 'ગદર 2'નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મ અનિલ શર્મા દ્વારા નિર્દેશિત છે. પોસ્ટમાં જોઈ શકાય છે કે, સની દેઓલ બળદગાડાનું પૈડું પકડી રહ્યો છે. પહેલી ફિલ્મમાં સની હેન્ડપંપ ઉખાડતો જોવા મળ્યો હતો. તેનો એ સીન અને આ ફિલ્મના ડાયલોગ આજે પણ લોકોના મોઢેથી સાંભળવા મળે છે. આવી સ્થિતિમાં સનીનો એ જ જોરદાર અંદાજ ફરી એકવાર 'ગદર 2'માં જોવા મળશે. આ જ કારણ છે કે, ફિલ્મને લઈને ઉત્સુકતા બમણી થઈ ગઈ છે. 'ગદર 2' 100 કરોડ રૂપિયાના બજેટમાં બની છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.