ETV Bharat / entertainment

Sunil Grover Pic Shah Rukh: સુનીલ ગ્રોવરે શાહરુખ ખાન સાથે પોસ્ટ કરી અદભૂત તસવીર, હરભજન સિંહે કરી કોમેન્ટ - હરભજન સિંહે સુનીલ ગ્રોવરની પોસ્ટ પર કોમેન્ટ કરી

શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'માં સુનીલ ગ્રોવરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં સુનલી ગ્રોવરે શાહરુખ ખાન સાથેની એક અદભૂત તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ પોસ્ટ જોઈ ક્રિકેટર હરભજન સિંહે પ્રતિક્રિયા આપી છે. શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'માં સુનીલ ગ્રોવરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

સુલીલ ગ્રોવરે શાહરુખ ખાન સાથે પોસ્ટ કરી અદભૂત તસવીર, હરભજન સિંહે કરી કોમેન્ટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2023, 12:35 PM IST

મુંબઈ: 'જવાન' ફિલ્મમાં અહમ ભૂમિકા ભજવનાર અભિનેતા સુનીલ ગ્રોવરે શાહરુખ ખાન સાથેની એક અદભૂત તસવીર શેર કરી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે, જેમાં સુનીલ ગ્રોવર કિંગ ખાન સાથે મસ્તી કરતા જોવા મળે છે. તેમની પોસ્ટ જોઈ ક્રિકેટર હરભજન સિંહ અને અભિનેત્રી રિચા ચઢ્ઢાએ પણ પ્રતિક્રિયા આપી છે. આ તસવીર પર ચાહકો પણ ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

સુનીલ ગ્રોવરે શાહરુખ ખાન સાથે સ્ક્રીન શેર કરી: એક્ટર અને કોમેડિયન સુનીલ ગ્રોવરે ઈન્સ્ટાગ્રામ પર શાહરુખ ખાન સાથે તસવીર શેર કરી છે, જેમાં તેઓ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે સુનિલ ગ્રોવરે શાહરુખ ખાનની તરફ ઈશારો કર્યો ત્યારે કિંગ ખાને ગ્રોવરની સામે બંદુકની જેમ એક્શન સાથે અદભૂત પોઝ આપ્યો છે. તસવીર શેર કરીને સુનીલે લખ્યું છે કે, ''શું હું આ સેલ્ફી માટે કિંગ ખાનની સાથે ચિલિંગ કરી શકું છું.'' તેમણે પહેલીવાર શાહરુખ ખાન સાથે સ્ક્રીન શેર કરી છે.

જવાન સક્સેસ પાર્ટીમાં સુનીલ ગ્રોવર-શાહરુખ ખાન: સુનીલ ગ્રોવરને કદાચ પ્રથમ વખત પોતાના કેરિયરમાં બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન સાથે કામ કરવાની તક મળી છે. આ તક મળી તેથી તેમનો ઉત્સાહ ખૂબ જ વધી ગયો હોય તેમ લાગે છે. બ્લોકબસ્ટર ફિલ્મની સફળતા પછી ટીમ મુંબઈમાં આયોજીત 'જવાન સક્સેસ પાર્ટી'માં જોવા મળી હતી. આ ઈવેન્ટમાં સુનીલ ગ્રોવર અને શાહરુખ ખાન પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

જવાનની સ્ટારકાસ્ટ: એક્શન થ્રિલર ફિલ્મ 'જવાન' તારીખ 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈને મલ્ટિપ્લેક્સ પર હજુ પણ રાજ કરી રહી છે. 'જવાન' વિશ્વભરના બોક્સ ઓફિસ કલેક્શનમાં સૌથી આગળ છે. નિર્દેશક એટલી કુમારની ફિલ્મમાં નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, દીપિકા પાદુકોણ, સંજય દત્ત અને અન્ય કલાકારો સામેલ છે. સુનિલ ગ્રોવરે પણ આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

હરભન સિંહે આપી પ્રતિક્રિાય: રિટાયર્ડ ક્રિકેટર અને ક્રિકેટ કોમેન્ટર હરભજન સિંહે સુનીલ ગ્રોવરની આ તસવીર પર સુંદર કોમેન્ટ કરી છે. તેમણે આ શાનદાર તસવીર સાથે શેર કરવામાં આવેલી પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, ''Two top actors''. આ ઉપરાંત તેમણે એક બીજી કોમેન્ટમાં લખ્યું છે કેે, ''And my favourites''. આ દરમિયાન અભિનેત્રી રિચા ચઢ્ઢા પણ કોમેન્ટ બોક્સમાં લખ્યું છે કે, ''Lucky u''.

  1. Fans Attack Akash Choudhary: ભાગ્ય લક્ષ્મી સ્ટાર આકાશ ચૌધરી પર ચાહકો દ્વારા હુમલો, વીડિયો વાયરલ
  2. Ananya Panday Budapest Trip: અનન્યા પાંડેએ વિદેશથી તસવીર કરી શેર, શિલ્પા શેટ્ટીએ આપી પ્રતિક્રિયા
  3. Nick Jonas Birthday: પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, તસવીર કરી શેર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.