ETV Bharat / entertainment

Naatu Naatu: IPL સેરેમનીમાં સુનીલ ગાવસ્કર-ઈરફાન પઠાણે 'નાટુ નાટુ' પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો - સુનીલ ગાવસ્કરનો ડાન્સ

'પુષ્પા' ફેમ રશ્મિકા મંદન્નાના ડાન્સને જોઈને ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને ઈરફાન પઠાણનો ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં લાખો લોકોએ આ વીડિયો જોયો છે. ચાહકો આના પર ઘણી રીતે ટિપ્પણી કરી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો.

Naatu Naatu: IPL સેરેમનીમાં સુનીલ ગાવસ્કર-ઈરફાન પઠાણે 'નાટુ નાટુ' પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો

author img

By

Published : Apr 4, 2023, 3:54 PM IST

મુંબઈ: જાણીતા ક્રિકેટર સુનિલ ગાવસ્કર અને ભૂતપૂર્વ સ્ટાર બોલર ઈરફાન પઠાણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2023ના શાનદાર ઓપનિંગ સેરેમનીમાં 'પુષ્પા' ફેમ રશ્મિકા મંદન્નાના ડાન્સને જોઈને પોતાને રોકી શક્યા નહીં. બંને ક્રિકેટરોએ ફિલ્મ 'RRR'ના ગીત 'નાટુ નાટુ' પર જોરદાર ડાન્સ કર્યો હતો. સ્ટેડિયમમાં અને ઓનલાઈન અને TV સ્ક્રીન પર મેચ જોઈ રહેલા દર્શકોએ આ ડાન્સનો ભરપૂર આનંદ લીધો હતો. આ સાથે જ ઈરફાન પઠાણે પણ આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

આ પણ વાંચો: Yentamma Song: 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું નવું ગીત 'યંતમ્મા' રિલીઝ, રામ ચરણે સલમાન સાથે કર્યો ડાન્સ

યુઝર્સની કોમેન્ટ: ઈરફાને પોસ્ટ સાથે લખ્યું, આપણે તેને વધુ સારી રીતે કેવી રીતે કરી શકીએ ? ઈરફાન પઠાણે ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરતાની સાથે જ ફેન્સ બંને ક્રિકેટરોઓ વીડિયો જોઈ આનંંદ લઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ''કાકાને કહો કે થોડો આરામ કરો, નહીં તો તેઓ શાંતિથી આરામ કરશે.'' તે જ સમયે, એક યુઝરે લખ્યું કે, ''તમે રમઝાનમાં ડાન્સ કરી રહ્યા છો, કંઈક ધ્યાન રાખજો ભાઈ.'' અન્ય એક યુઝરે લખ્યું, ''ઓછામાં ઓછું રમઝાનનું સન્માન કરો.'' એક યુઝરે લખ્યું છે કે, ''માફ કરશો ઈરફાન સર સુનીલ ગાવસ્કર સર તમારા કરતા સારા ડાન્સર છે.''

આ પણ વાંચો: Apurva Asrani: પ્રિયંકા ચોપરા અને સુશાંત વિરુદ્ધ ચલાવ્યું હતું અભિયાન, આ ફિલ્મમેકરે કર્યા રહસ્યમય ખુલાસા

ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મન્સ: ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને એક લાખથી વધુ લોકોએ જોયો છે. ઈરફાન પઠાણના આ વીડિયો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક ક્રિકેટર સુનીલ ગાવસ્કરને વધુ સારા ડાન્સર કહી રહ્યા છે, તો કેટલાક રમઝાન મહિનામાં ઈરફાન પઠાણના ડાન્સ પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. IPL સીઝન 16ની ઓપનિંગ સેરેમનીમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ક્રિકેટ વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી. સમારોહ દરમિયાન અરિજિત સિંહે સૌપ્રથમ પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ પછી સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદન્ના અને તમન્ના ભાટિયાનો ડાન્સ જોઈને ક્રિકેટરોએ 'નાટુ નાટુ' પર જોરદાર ડાન્સ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.