હૈદરાબાદ: બોલિવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. સુહાના ખાને તાજેતરમાં શુક્રવારે રાત્રે મુંબઈની શેરીમાં હ્રુદયને સ્પર્સ કરે એવું કામ કર્યું છે. આ હ્રુદયસ્પર્શી ક્ષણને પાપારાઝીએ કેદ કરી હતી અને તેમના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો. લોકો તરફથી તેમને જોરદાર પ્રશંસા મળી રહી છે.
સુહાના-માતા ગૌરી ખાનનો શાનદાર લુક: સુહાના ખાન અને તેમની માતા ગૌરી ખાન મુંબઈની એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા. પાપરાઝીએ માતા-પુત્રી બન્નેને ભોજનશાળામાં આવતા જ જોઈ લીધા હતા. સુહાના ખાન ચારકોલ સ્લીવલેસ બોડીકોન ડ્રેસમાં અદભૂત દેખાતી હતી. તેમણે સોફિસ્ટિકેડેડ બ્લેક કલરની હિલ્સ સાથે દેખાવને પુર્ણ કર્યો હતો. જ્યારે ગૌરી ખાને વ્હાઈટ ટોપ, યલો બ્લેઝર, ક્લાસિક ડેનિમ્સ અને પ્રિસ્ટીન વ્હાઈટ હીલ્સ સાથે દેખાવને આકર્ષિત બનાવ્યો હતો.
સુહાના પાસે મહિલાએ માંગી મદદ: સુહાના અને ગૌરી રેસ્ટોરન્ટમાંથી બાર નીકળ્યા હતા ત્યારે, હ્રુદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું હતું. દર્શકોની વચ્ચે એક મહિલાએ સુહાના પાસે પહોંચીને મદદ માટે દિલથી વિનંતી કરી હતી. સહાનુભૂતિ અને દયા દર્શાવતા સુહાનાએ તરત જ તેમના વોલેટમાંથી 500ની નોટો કાઢીને મહીલાને આપી હતી. તે સ્ત્રીનો ચહેરો કૃતજ્ઞતા અને આનંદથી ખીલી ઉઠ્યો હતો.
ચાહકોએ આપી પ્રતિક્રિયા: વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતાં જ ચાહકોએ કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયા આપવાનું શરુ કરી દીધું હતું. સુહાનાની કરુણાની પ્રશંસા કરી હતી. એક ચાહકે લખ્યું છે કે, ''તે ખૂબ જ સ્વીટ હાર્ટ ગર્લ છે.'' અન્ય ચાહકે લખ્યું છે કે, ''રિયલ પ્રિન્સેસ.'' આ દરમિયાન અભિનેત્રી ટ્રોલ પણ થઈ હતી. સુહાના ખાન ઝોયા અખ્તર દ્વારા દિગ્દર્શિત આગામી ફિલ્મ 'ધ આર્ચીઝ'માં અભિનય કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં સુહાના વેરોનિકા લોજની ભૂમિકામાં જોવા મળશે.