ETV Bharat / entertainment

કોઈ એક દિવસમાં લખાયું તો આ સોંગના મુખડા 50 વાર રીજેક્ટ થયા છતાં સુપરહીટ - aishwarya rai

બોલિવુડ હિન્દી સિનેમાની દુનિયામાં (Bollywood songs stories) ભલે અત્યારે ફિલ્મોનો દુષ્કાળ હોય પણ મ્યુઝિક આલ્બમ અને ફિલ્મોના ગીત હજુ પણ લોકમાનસ પર ઊંડી અસર ધરાવે છે. પોપગીતનો જમાનો હતો હાલમાં મ્યુઝિક (Bollywood music Albums) આલ્બમનો યુગ છે. જેમાં સિનેમાના કલાકારો પણ એક ગીત કરવાના કરોડો રૂપિયા લઈને મ્યુઝિક આલ્બમ લૉન્ચ કરે છે. પણ બોલિવુડનો એક આખો એવો દાયકો હતો જેમાં ગીતના શબ્દો અને સ્ક્રિન પ્લેની સિચ્યુએશન પર રીતસરનું નક્શીકામ થયું. જેમાં શું ચાલે છે થી લઈને આઈ લવ યુ કહેવા સુધીના ગીતો બન્યા. જોઈએ આ ગીત પાછળની રસપ્રદ ગાથા

કોઈ એક દિવસમાં લખાયું તો આ સોંગના મુખડા 50 વાર રીજેક્ટ થયા છતાં સુપરહીટ

author img

By

Published : Sep 25, 2022, 6:36 PM IST

Updated : Sep 25, 2022, 7:08 PM IST

ન્યૂઝ ડેસ્કઃ બોલિવુડની હિન્દી ફિલ્મના (Bollywood songs stories) અઢળક ગીત પાછળ પણ કહાની છે. હકીકત એ પણ છે કે, દરેક ગીતમાં સ્ટોરી હોય છે તો દરેક સ્ટોરીમાંથી જ એક ગીત તૈયાર થાય છે. સમાજમાં જેટલા પ્રસંગો થયા, તહેવારો થયા, જે જે મુડ સમાજમાં જોવા મળ્યા એના પર ગીત (Bollywood music Albums) બન્યા. વિરહથી લઈને વ્હાલ સુધી, સ્પર્શથી લઈને સિસકારા બોલી જાય એ હદ સુધી, દોસ્તીથી લઈને દિલ તૂટેલા આશિક (Bollywood hit songs) સુધી, વિજયોત્સવથી લઈને ભાષાના વેરિએશન સુધી દરેક ફોર્મેટ પર તૈયાર થયેલું એક ગીત છે. એ વાત જુદી છે કે, એમાંથી ઘણા ગીતના કંમ્પોઝિશ અંગ્રેજી ગીતમાંથી બેઠી કોપી મારેલા છે. પણ એની વાત પછી ક્યારેક....

ન બોલે તુમ ન મૈને કુછ કહાઃ અમોલ પાલેકરની સુપરહિટ ફિલ્મ 'બાતો બાતો મે' નું આ ગીત આમ તો દરેકને ગમતુ હશે. પણ આ ગીત જે રીતે બન્યું એ પાછળની કથા એવી છે કે, ગીતકાર યોગેશ, સંગીતકાર રાજેશ રોશન એક રૂમમાં ભેગા થયા હતા. પણ ડાયરેક્ટર બાસુ ચેટર્જીએ કહ્યું હતું કે, મને એક બેસ્ટ ગીત જોઈએ છે. જે એક વાર સાંભળીયે તો દિલને ગમી જાય. ઘણા ગીતના શબ્દો અને મ્યુઝિકના રફ સ્ક્રેચ બન્યા પણ કોઈના કાનને સ્વીકાર્ય ન હતા. હતાશ થઈને આખી ટોળકી બેઠેલી હતી. ત્યાં બાસુ ચેટર્જી કંઈક ગણગણ્યા પણ શબ્દો ન હતા. એવામાં રાજેશજીએ કહ્યું કે, શું થયું. બસ આ પરિસ્થિતિ ગીતકાર યોગેશને ક્લિક થઈ. યોગેશે પૂછ્યું કે, તુમ કુછ બોલે, રાજેશજી કહ્યું ન મૈને તો કુછ નહીં કહા. બસ બની ગઈ ગીતની લાઈન. ન બોલે તુમ ન મૈને કુછ કહા. મગર ન જાને ઐસા ક્યું લગા. પછી ગીત થયું સુપરહિટ

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

મેરે ખ્વાબો મેં જો આયેઃ મુંબઈના એક જાણીતા થિએટરમાં લાંબા સમય સુધી ચાલેલી ડાયરેક્ટર આદિત્ય ચોપરાની સુપરહિટ ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લેં જાયેંગે'ની જ્યારે પણ વાત થાય ત્યારે દરેકને સ્વિત્ઝરલેન્ડ યાદ આવે. એ આલ્પની પર્વતમાળા, ટોય જેવી લાગતી ટ્રેન, લીલાછમ મેદાન અને દાઢી ધ્રુજાવી દે એવી ઠંડી. આ જ લોકેશન જોવા મળે છે. ફિલ્મ 'ચાંદની'માં. બસ એરિયા અલગ હોય છે. પણ આ ફિલ્મનું ગીત 'મેરે ખ્વાબો મેં જો આયે' લતાદીદીના અવાજમાં સાંભળવું ગમે છે. પણ આ ગીતની હકીકત એવી છે કે, આ ગીતના 50 મુખડા આદિત્ય ચોપરાએ રીજેક્ટ કરેલા. અરે...રીતસર ગીતકારના શબ્દોની સ્ક્રિપ્ટ ફાડી નાંખેલી. આ ગીત આનંદ બક્ષીએ લખેલું છે. આ ફિલ્મને આવતા મહિને 27 વર્ષ પૂરા થાય છે. આ ફિલ્મનું પહેલું ગીત 'મેરે ખ્વાબો મેં જો આયે' એ લખાયું હતું. જ્યારે ફિલ્મની સ્થિતિ અંગે બક્ષીને જાણવા મળ્યું ત્યારે તો છથી સાત મુખડા લખાઈ ચૂક્યા હતા. પણ આદિત્યને એક પણ ન ગમ્યા. ત્રણ દિવસ પછી બક્ષી પાછા આવ્યા બીજા સાત મુખડા લખી પણ આદિત્યને એના શબ્દો સાથે મેળ ન પડ્યો. દસ દિવસમાં 50 મુખડા રિજેક્ટ કર્યા. અંતે બક્ષી કંટાળ્યા. પછી આદિત્યએ એમાંથી કેટલીક લાઈન્સ સિલેક્ટ કરીને અને આખું ગીત ફરીથી લખાવ્યું.

છોડ દો આંચલઃ કિશોર કુમાર અને આશાના અવાજમાં રેકોર્ડ આ ગીત વાગે એટલે આપણા દાદીથી લઈને પપ્પા સુધી સૌ કોઈનું લિપ્સિંગ ચાલું થઈ જાય. આ ગીતમાં સંગીત હતું એસ.ડી. બર્મનનું. ગીતકાર હતા મજનું સુલ્તાનપુરી. ગીતમાં એક યુવતીની લજ્જાની વાત છે કે, છોડ દો આંચલ જમાના ક્યાં કહેંગા. એ સમયની કેટલી મર્યાદાની વાત છે કે, કોઈ પુરૂષ સાડીનો છેડો પકડે તો પણ એને લોકો શું કહેશે એની ફિકર છે. વાહ...જ્યારે આ ગીત રોકોર્ડ થયું ત્યારે સૌ કોઈ ખુશ હતા. પણ એસ.ડી.બર્મનને મજા આવી ન હતી. કારણ કે આશાનો અવાજ અમુક લાઈનમાં પંચ આપતો ન હતો. પણ રેકોર્ડિંગ બાદ કહ્યું કે, આશા આ ગીતમાં જરાય મજા ન આવી. બિલકુલ સારૂ નથી ગાયું તે. હું કંઈક અલગ વિચારતો હતો તારી ગાયિકી પર. પણ તે આ ગીતને ન્યાય નથી આપ્યો. હું ઈચ્છું છું કે, આ ગીતનું ફરીથી રેકોર્ડિંગ થાય કેટલાક ફેરફાર સાથે. પણ સમયના અભાવે આ ગીતનું ફરીથી રેકોર્ડિંગ થયું જ નહીં અને ગીત અમર થઈ ગયું. જે વાત બર્મનને ના ગમી એ લોકોને ગમી. આમ પણ લોકોને ગમે એ હિટ જ હોયને?

દિયે જલતે હૈઃ ફિલ્મ 'નમક હરામ'નું આ ગીત આનંદ બક્ષીનું લખેલું છે. કિશોરદાનો અવાજ અને બર્મનનું મ્યુઝિક. બર્મન અને ગુલઝાર બન્ને પાક્કા મિત્રો. પણ ફિલ્મમાં ગુલઝારે એક પણ ગીત નથી લખ્યું. પણ આ ફિલ્મ માટે બેસ્ટ ડાયલોગનો એવોર્ડ ગુલઝાર લઈ ગયા. આ ગીતમાં જોવા મળતો અમિતાભ અને રાજેશ ખન્નાનો ફોટો કોઈ ઈરાદા પૂર્વક કિલક નથી થયો. બન્ને સેટને સમજતા હતા એ સમયે આ ફોટો ક્લિક કરાયો હતો. હવે આ ગીત ટીવી પર આવે એટલે એ ફોટો ખાસ જો જો...

દિલ ચાહતા હૈઃ માત્ર કોર્પોરેટ કંપનીમાં સ્પીડમાં કામ નથી થતું. બોલિવુડમાં પણ ઘણું કામ એવું થયું છે જેને માઈલસ્ટોન ઊભા કરી દીધા છે. ફિલ્મ 'દિલ ચાહતા હૈ'નું નામ આવે એટલે દરેક યુવાનને પોતાની ગોવા ટ્રિપ યાદ આવે. ગોવા જનારા દરેક પ્રવાસીઓ આ ફિલ્મમાં જોવા મળતી દરેક જગ્યાને એક્સપ્લોર કરવા તો જરૂર ઈચ્છશે. પણ માન્યમાં નહીં આવે આ ફિલ્મના તમામ ગીત અડધા જ દિવસમાં લખાઈ ગયા હતા. જ્યારે શંકર અહેસાન લોયએ માત્ર સાડા ત્રણ દિવસમાં તમામના કંમ્પોઝિશન તૈયાર કરી નાંખ્યા હતા. 'તન્હાઈ'થી લઈને 'જાને ક્યું લોગ પ્યાર કરતે હૈ'સુધી તમામ. અરે એટલું જ નહીં કોની પાસે ગવડાવવું એનું પણ લીસ્ટ રેડી હતું. બાકી સેલ્યુટ છે સોનું નિગમ. લવ હોય કે સેડ સોંગ, ઓલરાઉન્ડર સિંગર. આફટર ઓલ આ ફિલ્મમાં પિતા-પુત્રની જોડી હતી. ડાયરેક્ટર ફરહાન અખ્તર અને ગીતકાર જાવેદ અખ્તર. હોમ પ્રોડેક્શનમાં આટલું તો થાયને?

ચૌધવી કા ચાંદઃ રવિનું સંગીત અને ગીતના શબ્દો આપ્યા શકીલ બદૌવલીએ. અવાજ હતો રફીજીનો. જ્યારે આ ગીતને બ્લેક એન્ડ વ્હાઈટમાંથી કલરમાં કન્વર્ટ કરાતું ત્યારે સેન્સર બોર્ડને વાંધો હતો. કારણ કે કલરમાં વહીદા રહેમાનની આંખ ખૂબ જ લાલ દેખાઈ રહી છે. જે એકદમ માકદ લાગે છે. એકદમ સિડક્ટિવ...આ ફિલ્મમાં વહીદા રહેમાન લાગે છે પણ કેટલી સુંદર. એ સમયે લાઈટ મેકઅપનો કેટલો સરસ યુગ હતો એના દર્શન આ ફિલ્મમાં, ખાસ તો આ ગીતમાં થાય છે.

પ્યાર હુઆ ઈકરાર હુઆ હૈઃ આ ગીત જેટલું હીટ છે એટલી જ જોરદાર ફાઈટ શંકર અને જયકિશન વચ્ચે થયેલી. કારણ કે, રાજ કપૂરને સિનેમાનું જેટલું નોલેજ એના કરતા અનેકગણું એને સંગીતનું જ્ઞાન. આ ગીતનું મુખડું શંકરે કંમ્પોઝ કર્યું છે. જ્યારે અંતરો જયકિશને કંમ્પોઝ કર્યો. હવે બે અલગ અલગ ટેમ્પોના ગીત એક સાથે તો પ્લે થાય નહીં. પછી શંકરે કહ્યું કે, તું અંતરાનું મ્યુઝિક બદલ, બસ અહીંથી ડખા શરૂ થયા. બન્નેમાંથી એક પણ નમતું જોખવા તૈયાર નથી. મામલો પહોચ્યો રાજ સુધી. પછી બન્નેને બોલાવ્યા અને બન્નેના મ્યુઝિક રાજને ગમ્યા. પછી શંકરે જયકિશનનું અંતરા મ્યુઝિક માન્ય રાખ્યું. ખાસ વાત એ છે કે, આ ગીતમાં એક વખત કંમ્પોઝિશન તૈયાર થયા બાદ એક પણ વખત ગીત એડિટ થયું નથી. આને કહેવાય પહેલા બોલમાં સિક્સર

કોઈ લડકી હૈઃ વરસાદની સીઝન હોય અને આ ગીત કોઈના મોબાઈલ કે રેડિયોમાં પ્લે થયા વગર ન રહે. પણ આ ગીતમાં જોવા મળતા દરેક બાળકો મુંબઈના ખૂબ જ સ્લમ એરિયામાંથી આવેલા છે. જેને લાવનાર બીજા કોઈ નહીં પણ શામક દાવર હતા. ખાસ વાત એ છે કે, આ તમામ બાળકો ડાન્સના માસ્ટર હતા. જેને માધુરી અને કિંગખાન સાથે ડાન્સ કર્યો. શામકે કહ્યું હતું કે, મારે આ ગીતમાં માધુરીને સાડી નથી પહેરાવી. એટલે એક ખાસ કોસ્ચ્યુ ડીઝાઈન કરાયું જેમાંથી એના કટ્સ તો દેખાય પણ વલ્ગારીટી ના જાય. પછી આ તમામ બાળકો દાવરની એકેડેમીમાં જોઈન થઈ ગયા. જેને શાહરૂખે ખૂબ હેલ્પ કરી. આ ગીત આજે પણ સુભાષ ઘાયનું ફેવરીટ ગીત છે. હા, એક હકીકત એ પણ છે કે, ટીપ ટીપ બરસા પાનીમાં જે વરસાદ થાય છે એ ગરમ પાણીનો છે, કારણ કે, રવીનાને શરદી, ઉધરસ અને તાવ હતા. એટલે અક્ષયે ખાસ ડિમાન્ડ કરી હતી. આમ પણ જે તપ્યા હોય એના જ ગીત સુપરહિટ થાય ને?

બરસો રે મેઘાઃ મણિરત્નમ જેટલા સિનેમા પ્રેમી છે એટલા જ પ્રકૃતિ પ્રેમી છે. ફિલ્મ 'ગુરૂ'ની ગીત બરસો સે મેઘા જ્યારે પણ વાગે ત્યારે દરેક વ્યક્તિ જે તે ડિવાઈસનું વોલ્યુમ વધારે. કારણ કે, વરસાદના ટીપે ટીપાનો અવાજ, એમાંય કેરળના અથિરાપલ્લી ધોધના અવાજ અહા....જાણે કુદરત કોઈ સંગીત પ્લે કરતી હોય અને એની સામે ઐશ્વર્યા નૃત્યમાં પોતાનું ઐશ્વર્ય પાથરતી હોય એવું ચિત્ર. પણ આ ગીત પાછળની હકીકત એવી છે કે, આમાં જે પણ વરસાદના અને ધોધના સાઉન્ડ છે એ ઓરિજિનલ છે. એટલું જ નહીં મેઘના ગરજવાનો અવાજ પણ ઓરિજિનલ છે. કારણ કે, મણિરત્નમની ચોખ્ખી મનાઈ હતી કે, રેહમાનજી એક પણ ઓડિયોને એડિટ નહીં કરવા દઉં. રહેમાન પણ ખરા મ્યુઝિક લવર. એને પણ ધોધનો અવાજ રેકોર્ડ કરવા માટે દિવસ રાત એક કર્યા. અરે વરસાદનો સાઉન્ડ પણ રેકોર્ડ કર્યો. બીજી હકીકત એ છે કે, આ ગીતમાં જે પણ લોકેશન દેખાય છે અને ઐશ્વર્યા જ્યાં ડાન્સ કરે છે તે એ પણ લોકેશન પર ડાન્સ થઈ શકે એમ નથી. કારણ કે, ફ્લોર સ્લીપરી છે. છતાં ચાલું વરસાદે બ્યુટી ક્વિને કમાલ કરી દીધી.

Last Updated : Sep 25, 2022, 7:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.