મુંબઈ: 'હવા હવાઈ ગર્લ'ના નામથી ફેમસ અભિનેત્રી શ્રીદેવી આજે પણ લોકોના દિલ પર રાજ કરી રહી છે. તારીખ 13 ઓગસ્ટ 2023ના રોજ શ્રીદેવીનો 60મો જન્મદિવસ છે. તેમના નિધનના 5 વર્ષ પછી ગુગલ ડૂડલ હજુ પણ તેમને યાદ કરે છે. એટલું જ નહિં તેમને મિસ્ટર ઈન્ડિયાથી લઈને 'ઈંગ્લિશ વિંગ્લિશ' સુધીની પ્રતિષ્ઠિત અભિનેત્રીઓમાંની એક તરીકે ઉજવે છે. આ ખાસ પ્રસંગે ગુગલ કલરફુલ 'ગુગલ ડૂડલ' દ્વારા શ્રીદેવાના 60માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યું છે.
ગુગલ ડૂડલ પિક્ચર: ગુગલે સુંદર ડૂડલ પિક્ચરનો શ્રેય મુંબઈની ગેસ્ટ આર્ટિસ્ટ ભૂમિકા મુખર્જીને આપ્યો છે. શ્રીદેવીના કેરિયરની વાત કરીએ તો, તેમણે માત્ર 4 વર્ષની નાની ઉંમરે ફિલ્મમાં કામ કરવાનું શરુ કર્યું હતું. ગુગલે ડૂડલ વિશે જણાવતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની સુંદર સફર વિશે માહિતી શેર કરી છે. ગુગલે કહ્યું છે કે, ''તેમને બાળપણમાં જ ફિલ્મો સાથે પ્રેમ થઈ ગયો હતો. તેમણે માત્ર 4 વર્ષની ઉંમરે તમિલ ફિલ્મ 'કંધન કરુણઈ'માં કામ કરવાનું શુરુ કર્યું હતું. ટેક દિગ્ગજે આગળ વધુમાં લખ્યું છે કે, શ્રીદેવીએ ઘણી સાઉથ ભાષાઓ શીખી હતી. જેના કારણે તેમને ભારતના અન્ય ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવાની તક મળી હતી.''
શ્રીદેવીના અભિનયની શરુઆત: ટેક જાયન્ટના જણાવ્યા અનુસાર, ''શ્રીદેવીએ વર્ષ 2000ના દાયકાની શરુઆતમાં અભિનયમાંથી બ્રેક લઈ લીધો હતો. ત્યાર બાદ તે એશિયન એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ટીમમાં જોડાઈ હતી. લાંબા સમય પછી તે વર્ષ 2012માં 'ઈંગ્લિશ વિંગ્લિશ' સાથે ફરીથી સિનેમાઘરોમાં પાછી ફરી હતી. આ ફિલ્મે લાંબા અંતર પછી બોલિવુડમાં અગ્રણી મહિલા તરીકે તેમનું સફળ પુનરાગમન કર્યું હતું. ભારત સરકાર દ્વારા પણ તેમને 'પદ્મશ્રી' જેવા મોટા પુરસ્કારથી સન્માનિત કર્યા છે. ત્યાર બાદ તે વર્ષ 2017માં ક્રાઈમ થ્રિલર 'મોમ'માં રક્ષણાત્મક માતાની ભૂમિકા ભજવતી જોવા મળી હતી. આ ફિલ્મ થકી તેમણે શ્રેષ્ઠ અભિનેત્રીનો 'રાષ્ટ્રીય પુરસ્કાર' મેળવ્યો હતો.
અભિનેત્રીનો જન્મ અને અવસાન: શ્રીદેવીનું નામ 'શ્રી અમ્મા યંગર અયપ્પન' હતું. તેમનો જન્મ તારીખ 13 ઓગસ્ટ 1963ના રોજ તમિલનાડુના એક નાનકડા ગામ મીનામપટ્ટીમાં થયો હતો. શ્રીદેવીએ પોતાના કરિયરમાં 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તારખ 24 ફેબ્રુઆરી 218માં સુયક્ત આરબ અમિરાત, દુબઈમાં આ સુંદર અભિનેત્રીનું અવસાન થયું હતું.