મુંબઈઃ ગાયક સોનુ નિગમના પિતા અગમ કુમાર નિગમના ઘરે ચોરીના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 70 લાખની ચોરીની રોકડ પણ મળી આવી છે. આ ઘટના પછી નિગમ પરિવાર વતી ભૂતપૂર્વ ડ્રાઈવર વિરુદ્ધ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. નિગમ પરિવાર વતી નોંધાયેલી FIRમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ગાયક સોનુ નિગમના પિતા અગમ નિગમ મુંબઈના અંધેરી વેસ્ટના ઓશિવારા વિસ્તારમાં વિન્ડસર ગ્રાન્ડમાં રહે છે.
આ પણ વાંચો: Parineeti Chopra: રાઘવ ચઢ્ઢા સાથે અભિનેત્રી પરિણીતી ચોપરાની સગાઈ અંગે કર્યું ટ્વિટ, જુઓ અહિં વીડિયો
પોલીસ સ્ટેશનમાં FIR દાખલ: ચોરીની ઘટના તારીખ 19 થી 20 માર્ચની વચ્ચે બની હતી. 8 મહિનાના કામ પછી ડ્રાઈવરને નોકરી પરથી હટાવી દેવામાં આવ્યો હતો. ઓશિવારા પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'ગાયક સોનુ નિગમની નાની બહેન નિકિતાએ બુધવારે ચોરીની ફરિયાદ કરતા આ મામલે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.'
આરોપી ડ્રાઈવરની ધરપકડ: પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, નિકિતા દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, છેલ્લા 8 મહિનાથી રેહાન નામનો વ્યક્તિ તેના ઘરે ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. કામ યોગ્ય રીતે થયું ન હોવાથી તેને દૂર કરવામાં આવ્યો હતો. દરમિયાન ઘરમાં ચોરીની ઘટના બન્યા બાદ સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં પૂર્વ ડ્રાઈવર 2 બેગ લઈને ઘરની બહાર નીકળતો જોવા મળ્યો હતો. જેના આધારે પોલીસમાં ફરિયાદ કર્યા બાદ આરોપી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Protein Police: કાર્તિક આર્યનની નવી ફિલ્મ 'protein Police'ની જાહેરાત, જાણો અભિનેતાનો રોલ
અગાઉ સિંગર ઈજાગ્રસ્ત: તારીખ 20 ફેબ્રુઆરીના રોજ મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક કાર્યક્રમમાં બોલિવૂડના ફેમસ સિંગર સોનુ નિગમ ગયા હતા. ત્યાં ધક્કામુક્કીમાં સોનું ઈજાગ્રસ્ત થયાં હતાં. આ ઘટના બાદ સોનુએ નોંધાવી હતી ફરિયાદ.