મુંબઈ: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હાર આપી હતી. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને માત્ર 50 રનમાં જ રોકી દીધું હતું. મેચનો અસલી હીરો મોહમ્મદ સિરાજ હતો. સિરાજે શ્રીલંકા તરફથી 21 રનમાં 6 વિકેટ ઝડપી હતી. 50 ઓવરની મેચ માત્ર બે કલાકમાં પૂરી થઈ ગઈ હતી. આ જરબદસ્ત મેચ પછી એક મીમ્સ અને પ્રખ્યાત હસ્તીઓની પોસ્ટ આવવા લાગી હતી. ફિલ્મ નિર્દેશક રાજામૌલીથી લઈને વિકી કૌશલ, અજય દેવગણ, રાશિ ખન્ના, અનુષ્કા શર્મા જેવી હસ્તીઓએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રદ્ધા કપૂરે મોહમ્મદ સિરાજને કર્યો રમૂજી પ્રશ્ન: આ દરમિયાન બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પોતાનો એક ફોટો શેર કરીને લખ્યું હતું કે, '''અબ સિરાજ સે હી પૂછો ઈસ ફ્રી ટાઈમ કે સાથ ક્યા કરે.'' ખરેખર 50 ઓવરની આ મેચ ખૂબ જ ટૂંકા સમયમાં સમાપ્ત થઈ હતી. આ મેચના હીરો છે મોહમ્મદ સિરાજ. કારણ કે, તેમની શાનદાર બોલિંગના કારણે એશિયા ટીમના ખિલાડીઓ રન બનાવવામાં નિષ્ફળ ગયા હતા. આ સાથે ટીમ ઈન્ડિયાની શાનદાર બોલિંગના કારણે એશિયા કપની ફાઈનલ મેચ માત્ર 2 કલાકમાં પૂરી થઈ ગઈ હતી.
ફિલ્મ ઉદ્યોગના કલાકારોએ પાઠવ્યા અભિનંદન: એશિયા કપ જીતવા પર ટીમ ઈન્ડિયાને સૌ કોઈ અભિનંદન પાઠવી રહ્યા છે, ત્યારે ફિલ્મ ઉદ્યોગના કલાકારોએ પણ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. અજય દેવગણ, પ્રભુદેવા, SS રાજામૌલી, 'જરા હટકે જરા બચકે'ના અભનેતા વિકી કૌશલ. અભિનેત્રી અનુષ્કા શર્મા, સાઉથ અભિનેતા મહેશ બાબુ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ અભિનંદન પાઠવ્યા હતા.