ETV Bharat / entertainment

Pathaan Box Office: 'પઠાણ' ફિલ્મનું ચક્રવાત થિયેટરમાં હજુ સમ્યું નથી, જાણો 13 દિવસનું કલેકશન - બોક્સ ઓફિસ કલેક્શન

પઠાણે 13મા દિવસની કમાણીથી ચોંકાવનારો છે. જો કે ફિલ્મ પઠાણની કમાણી 13માં દિવસે ઘટી છે, પરંતુ પઠાણે કમાણીનો ઈતિહાસ ચોક્કસ રચ્યો છે. 'પઠાણ' હજુ પણ થિયેટરમાં કાયમ છે. આ ફિલ્મને ચલાવવા માટે નવી ટેકનિક પણ આપનાવવામાં આવી હતી. તેમ છતાં 'પઠાણ' ફિલ્મને લઈ દર્શકોમાં ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે.

Pathaan Box Office: 'પઠાણ' ફિલ્મનું ચક્રવાત થિયેટરમાં હજુ સમ્યું નથી, જાણો 13 દિવસનું કલેકશન

author img

By

Published : Feb 7, 2023, 12:52 PM IST

મુંબઈઃ 'પઠાણ' ફિલ્મનું ચક્રવાત થિયેટરમાં હજુ સમ્યું નથી. હવે એ દિવસ દુર નથી જ્યારે 1000 કરોડનો આંકડો પાર કરશે. પઠાણ ફિલ્મ હવે આ ઉદ્દેશ્ય નજીક પહોંચી ગયું છે. શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'એ 12 દિવસમાં વિશ્વભરમાં 832 કરોડ રૂપિયાની કમાણી કરીને હિન્દી સિનેમામાં હલચલ મચાવી દીધી છે. મહામારી પછી, 'પઠાણ' આટલી મોટી કમાણી કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ બની છે. તારીખ 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી પઠાણે ભારતીય બોક્સ ઓફિસ પર રૂપિયા 55 કરોડનું મજબૂત ખાતું ખોલ્યું હતું. ત્યારથી ફિલ્મની કમાણી ડબલ ડિજિટમાં ચાલી રહી હતી. પરંતુ હવે 13મા દિવસે પઠાણે સિંગલ ડિજિટમાં કમાણી કરી લીધી છે. આ બતાવે છે કે, ફિલ્મ 'પઠાણ' બોક્સ ઓફિસ પર કલેક્શન ઓછું થઈ રહ્યું છે.

આ પણ વાંચો: Sidharth Kiara Wedding: સંગીત સેરેમનીમાં સિદ્ધાર્થ કિયારાએ કર્યો ડાન્સ, મહેમાનોએ પણ કર્યું પરફોર્મન્સ

પઠાણ બોક્સ ઓફસ કલેક્શન: ભારતીય બોક્સ ઓફિસ પર 13માં દિવસે 'પઠાણ'ની કમાણી વિશે વાત કરીએ તો, ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર તે માત્ર 8 કરોડ રૂપિયા છે. જે પઠાણનું સૌથી ઓછું દિવસનું કલેક્શન છે. પઠાણે 12માં દિવસે 28 કરોડનો બિઝનેસ કર્યો હતો. હવે ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું કલેક્શન 422 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર 500 કરોડ અને વિશ્વભરમાં 1000 કરોડની કમાણી કરવાના માર્ગ પર છે. એવી અપેક્ષા છે કે, પઠાણ ત્રીજા સપ્તાહના અંત સુધીમાં 500 કરોડના આંકડાને સ્પર્શી જશે. બાય ધ વે, પઠાણનું ગ્રોસ કલેક્શન 515 કરોડ છે.

આ પણ વાંચો: Sidharth Kiara Wedding: સિદ્ધાર્થ કિયારાના લગ્નની કોઈ સત્તાવાર જાહેરાત નથી

પઠાણનો નવો ઈતિહાસ: પઠાણે વિદેશમાં 317 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. પઠાણે વિદેશમાં 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને નવો ઈતિહાસ રચ્યો છે. શાહરૂખ ખાન, જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણે વિશ્વભરમાં 832 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. હવે ફિલ્મ તેના ત્રીજા વીકએન્ડ સુધીમાં રૂપિયા 1000 કરોડનો આંકડો સ્પર્શે તેવી અપેક્ષા છે. ફિલ્મ 'પઠાણ' અને નિર્દેશક સિદ્ધાર્થ આનંદની આખી સ્ટારકાસ્ટની આ પહેલી ફિલ્મ છે. જેણે ઓપનિંગ ડે પર અત્યાર સુધીમાં સૌથી વધુ કલેક્શન કર્યું છે. 'પઠાણ'એ યશ સ્ટારર સાઉથની ફિલ્મ 'KGAA-2'ની કમાણીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.