ETV Bharat / entertainment

Jawan Global Collection: શાહરુખ ખાનની 'જવાને' વગાડ્યો ડંકો, વર્લ્ડવાઈડ 1000 કરોડના ક્લબમાં એન્ટ્રી

શાહરુખ ખાનની 'જવાને' બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'જવાને' વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 1000 કરોડનો આકડો પાર કરી લીધો છે. શાહરુખની આ બીજી ફિલ્મ છે, જેણે વિશ્વભરમાં 1000 કરોડનો આકડો પાર કર્યો છે.

શાહરુખ ખાનની જવાને વગાડ્યો ડંકો, વર્લ્ડવાઈડ 100 કરોડના ક્લબમાં એન્ટ્રી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 9:55 AM IST

મુંબઈ: બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન અને નયનતારા અભિનીત ફિલ્મ 'જવાને' ત્રીજા સપ્તાહમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 'જવાન' ભારતમાં ત્રીજા રવિવારે 15 કરોડનું કલેક્શન કરવામાં સફળ રહી છે. રિલીઝના 18 દિવસ બાદ ફિલ્મનું ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન 560.83 કરોડ રુપિયા પર પહોંચી ગયું છે. એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મે વૈશ્વિક સ્તરે બોક્સ ઓફિસ પર 1000 કરોડનો આકડો પાર કરી લીધો છે.

જવાન 1000 કરોડના ક્લબમાં એન્ટ્રી: શાહરુખ ખાન માટે આ વર્ષ ઘણું સારું છે. તેમની પ્રથમ ફિલ્મ 'પઠાણે' વર્ષની શરુઆતમાં સમગ્ર વિશ્વમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હાલમાં આ ફલ્મે 1000 કરોડની કમાણી કરનાર પ્રથમ હિન્દી ફિલ્મનો ખિતાબ જીત્યો હતો. પઠાણ બાદ હવે શાહરુખની બજી ફિલ્મ 'જવાન' પણ આજ માર્ગ પર છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે સોમવારે ઈન્સ્ટાગ્રામ પર જવાનનું વિદેશી કલેક્શન શેર કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે, કિંગ ખાનની નવી ફિલ્મે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 1004.92 કરોડ રુપિયાની કમાણી કરી છે.

જવાન વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન: જવાન રિલીઝના દિવસે હિટ રહી હતી, ફિલ્મે હિન્દી બોક્સ ઓફિસ પર 65 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સાથે શરુઆતના દિવસે સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની હતી. અગાઉ આ ખિતાબ 'પઠાણ'ના નામે હતો. 'પઠાણ' ફિલ્મે પ્રથમ દિવસે 55 કરોડની કમાણી કરી હતી. વૈશ્વિક બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, હિન્દી સિનેમામાં ઈતિહાસ રચ્યો છે. 'જવાને' શરુઆતના દિવસે વિશ્વભરમાં 129.6 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું હતું.

જવાન સ્થાનિક બોક્સ ઓફિસ કલેક્શન 'જવાને' પ્રથમ સપ્તાહમાં ભારતીય બોક્સ ઓફિસ પર 347.98 કરોડ રુપિયાની કમાણી કરી હતી. પછીના સપ્તાહમાં ઘટાડો જોવા મળ્યો હતો, તેમ છતાં કમાણી સ્થિર રહી હતી અને 136.1 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું હતું. માત્ર હિન્દીમાં જ ફિલ્મે બીજા સપ્તાહમાં 125.46 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું હતું. જવાન ફિલ્મમાં શાહરુખ ખાન, નયનતારા, વિજય સેતુપતિ, દીપિકા પાદુકોણ, સંજય દત્ત સામેલ છે.

  1. Jawan Box Office Collection: વૈશ્વિક સ્તરે 'જવાન' 1000 કરોડની નજીક, ભારતમાં 66 ટકા ઘટાડો થવાની શક્યતા
  2. Mission Raniganj Trailer: અક્ષય કુમાર પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ 'મિશન રાણીગંજ'નું ટ્રેલર આઉટ, જુઓ અહીં
  3. Ragneeti First Public Appearance: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા લગ્ન બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા, જુઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.