ETV Bharat / entertainment

Pathaan Marketing Strategy: 'પઠાણ'ની રિલીઝ પહેલા જાણો શું છે સ્ટારકાસ્ટ પર આ પ્રતિબંધ - શાહરુખ ખાન પઠાણ રિલીઝ ડેટ

'પઠાણ' ફિલ્મ રિલીઝ થાય તે પહેલા (Pathaan release) આ ફિલ્મના નિર્માતાઓએ એક નવી માર્કેટિંગ સ્ટ્રેટેજી (Pathaan Marketing Strategy) બનાવી છે. જેમાં ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટ આ કામ કરી શકશે નહીં. જાણો શું છે સ્ટારકાસ્ટ પર આ પ્રતિબંધ. આ પહેલા અજય દેવગણે ફિલ્મ 'દ્રશ્યમ 2' માટે આ સ્ટ્રેટેજી અપનાવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 250 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

Pathaan Marketing Strategy: 'પઠાણ'ની રિલીઝ પહેલા શાહરૂખ અને દીપિકા પર પ્રતિબંધ

author img

By

Published : Jan 18, 2023, 3:13 PM IST

મુંબઈઃ શાહરૂખ ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પઠાણ'ની રિલીઝનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. હવે ફિલ્મની રિલીઝને માત્ર એક અઠવાડિયું બાકી છે અને 4 વર્ષ પછી શાહરૂખ ખાન એક્શન એક્ટર તરીકે તારીખ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં તેના ચાહકોની સામે આવશે. પરંતુ તે પહેલાં 'પઠાણ'ના નિર્માતાઓએ મોટો જુગાર રમ્યો છે. પઠાણ મેકર્સે તેમની નવી માર્કેટિંગ વ્યૂહરચના તૈયાર કરી છે. જેમાં તેમણે ફિલ્મની સ્ટારકાસ્ટ શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમને રિલીઝ પહેલાં ફિલ્મ સાથે સંબંધિત ઇન્ટરવ્યુ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પણ વાંચો: Amala Paul Temple: સાઉથની આ એક્ટ્રેસને મંદિરમાં નથી મળી એન્ટ્રી, જાણો કેમ

મેકર્સે આવું કેમ કર્યું: ફિલ્મ 'પઠાણ'ના માલિક યશ રાજ બેનરે તેમની નવી માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં નિર્ણય લીધો છે કે, શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ ફિલ્મની રિલીઝ પહેલા કોઈ ઈન્ટરવ્યુ નહીં આપે. નિર્માતાઓએ આ નિર્ણય લીધો છે. કારણ કે, ફિલ્મ પહેલાથી જ ઘણા વિરોધનો સામનો કરી ચૂકી છે અને હવે તેઓ ઇચ્છતા નથી કે વધુ વિવાદો થાય જેનાથી ફિલ્મને ખરાબ અસર થાય. આવી સ્થિતિમાં પઠાણના નિર્માતાઓએ ખુશીથી ફિલ્મને રિલીઝ કરવા માટે આ પગલું ભર્યું છે.

અજય દેવગણે પણ આ કર્યું: ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના એક ઓફિશિયલ ટ્વીટમાં આ જાણકારી આપી છે. આ ટ્વીટમાં તેણે કહ્યું છે કે, 'પઠાણ' પોતાના ગીત અને ટ્રેલરથી પોતાને પ્રમોટ કરી રહ્યો છે. આ પહેલા અજય દેવગણે ફિલ્મ 'દ્રશ્યમ 2' માટે આ સ્ટ્રેટેજી અપનાવી હતી અને તેમણે ફિલ્મની રિલીઝ પહેલા કોઈ ઈન્ટરવ્યુ પણ આપ્યું ન હતું. 'દ્રશ્યમ 2' વર્ષ 2022ની મોટી કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 250 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

આ પણ વાંચો: Ambani ji helping me: રાખી સાવંત માટે મસીહા બન્યા મુકેશ અંબાણી

પઠાણ કરોડોમાં વેચાઈ: અગાઉ ફિલ્મ 'પઠાણ'ના ડિજિટલ રાઈટ્સ 100 કરોડ રૂપિયામાં વેચાઈ ચૂક્યા છે અને ફિલ્મ તારીખ 25 એપ્રિલ 2023ના રોજ OTT પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને હાઈકોર્ટે દૃષ્ટિહીન લોકો માટે કેટલાક ફેરફારો પણ સૂચવ્યા હતા. આ ફેરફારો માત્ર OTT રિલીઝ માટે જ આપવામાં આવ્યા હતા. દિલ્હી હાઈકોર્ટના આ ફેરફારો પઠાણની થિયેટર રિલીઝ પર લાગુ થશે નહીં. હાઈકોર્ટે નિર્માતાઓને તેને સબટાઈટલ સાથે OTT પર રિલીઝ કરવા કહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.