ETV Bharat / entertainment

શાહરૂખ ખાને દીપિકાને જન્મદિવસની પાઠવી શુભેચ્છા, શેર કર્યું પઠાણની અભિનેત્રીનું શાનદાર પોસ્ટર - દીપિકા પદુકોણ અને શાપરુખ ખાનની ફિલ્મ

બોલિવૂડની પદ્માવતી દીપિકા પાદુકોણ તારીખ 5 જાન્યુઆરીએ 37 વર્ષની થઈ ગઈ છે અને ફેન્સ સહિત સેલેબ્સ તેને જન્મદિવસ (Deepika Padukone birthday)ની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ ખાસ અવસર પર દીપિકાને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા શાહરૂખે (Deepika Padukone and Shah Rukh khan pathaan) ફિલ્મ પઠાણની અભિનેત્રીનું નવું પોસ્ટર શેર કર્યું છે.

શાહરૂખ ખાને દીપિકાને જન્મદિવસની પાઠવી શુભેચ્છા, શેર કર્યું પઠાણની અભિનેત્રીનું શાનદાર પોસ્ટર

author img

By

Published : Jan 5, 2023, 12:38 PM IST

હૈદરાબાદ: ગ્લોબલ સ્ટાર દીપિકા પાદુકોણ તારીખ 5 જાન્યુઆરીએ તેનો 37મો જન્મદિવસ (Deepika Padukone birthday) ઉજવી રહી છે. દીપિકા પાદુકોણને તેના ફેન્સ અને સેલેબ્સ તરફથી સોશિયલ મીડિયા પર ખૂબ અભિનંદન મળી રહ્યા છે. દીપિકાના ફેન્સ તેની તસવીરો શેર કરીને તેને ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને (Deepika Padukone and Shah Rukh khan pathaan) પણ દીપિકા પાદુકોણને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. શાહરૂખે ફિલ્મ 'પઠાણ'નું દીપિકા પાદુકોણનું શાનદાર પોસ્ટર પણ શેર કર્યું છે. નોંધનીય છે કે, શાહરૂખ અને દીપિકા ફિલ્મ 'પઠાણ'માં લીડ પેર તરીકે જોવા મળશે. આ ફિલ્મ તારીખ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો: સોહા અલી ખાને પરિવાર સાથેની સુંદર પળોની તસવીરો કરી શેર

શાહરૂખે જન્મદિવસની પાઠવી શુભેચ્છા: શાહરૂખ ખાને દીપિકા પાદુકોણની એક તસવીર શેર કરી અને લખ્યું, 'તમને દરેક સંભવિત અવતારમાં સ્ક્રીનના સ્ટાર બનવા માટે બન્યા છો, હંમેશા ગર્વ છે અને હંમેશા તમારા માટે નવી ઊંચાઈઓને સ્પર્શવા માંગે છું. જન્મદિવસની શુભકામનાઓ. ઘણો પ્રેમ.' શાહરૂખ ખાને ફિલ્મ 'પઠાણ'નું દીપિકા પાદુકોણનું પોસ્ટર શેર કર્યું છે. જેમાં તે માથું નમાવીને અને હાથમાં બંદૂક લઈને ઉભી છે. દીપિકાના કપાળ અને આંખના નીચેના ભાગમાંથી લોહી નીકળતું જોવા મળે છે.

ચાહકોની પ્રતિક્રિયા: બીજી તરફ 'પઠાણ'માંથી દીપિકાનો આ શાનદાર લુક જોઈને ચાહકોમાં હોબાળો મચી ગયો છે. અભિનેત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પોસ્ટરને તેઓ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક ચાહકો એવા છે, જે કોમેન્ટ બોક્સમાં દીપિકા માટે રેડ હાર્ટ ઇમોજી છોડી રહ્યા છે. સાથે જ એક ફેને લખ્યું છે કે, 'દીપિકા મારું દિલ છે'. એકે લખ્યું છે, 'અમે તમને પ્રેમ કરીએ છીએ.' તમને જણાવી દઈએ કે, 'શાહરૂખની આ અભિનંદન પોસ્ટને અઢી લાખથી વધુ ફેન્સે લાઈક કરી છે.'

આ પણ વાંચો: સોનુ સૂદે ચાલતી ટ્રેનના દરવાજા પર બેસીને બનાવ્યો વીડિયો, રેલવેએ આપી સલાહ

ગીત 'બેશરમ રંગ' પર કાતર: ફિલ્મ 'પઠાણ'ના વિવાદાસ્પદ ગીત 'બેશરમ રંગ'ને સેન્સર કરવામાં આવ્યું છે. ફિલ્મ જોયા બાદ સેન્સરે ગીતમાંથી કેટલાક સીન અને ફિલ્મના કેટલાક ડાયલોગમાંથી કેટલાક વાંધાજનક શબ્દો હટાવી દીધા છે. જેના સમાચાર હજુ સુધી આવ્યા નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.