ETV Bharat / entertainment

Satish Kaushik Death: અભિનેતા સતીશ કૌશિકનું મૃત્યુ કેવી રીતે થયું, જાણો અહિં સમગ્ર ઘટના

author img

By

Published : Mar 9, 2023, 4:08 PM IST

બોલિવુડના કલાકારો અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. આગલા દિવસે આનંદ ઉલ્લાસથી હોળી રમનાર વ્યક્તિ અચાનક કેવી રીતે ચાલ્યા ગયા. સતીશ કૌશિકને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેઓ ક્યાં હતા અને શું કરતા હતા ? જ્યારે તેમને હાર્ટ એટેક આવ્યો ત્યારે શું કરવામાં આવ્યું હતું. અભિનેતાનું પોસ્ટમોર્ટમ અને અંતિમ સંસ્કાર ક્યાં થશે ? અહીં બધું જાણો.

Satish Kaushik Death: અભિનેતા સતીશ કૌશિકનું મૃત્યુ કેવી રીતે થયું, જાણો અહિં સમગ્ર ઘટના
Satish Kaushik Death: અભિનેતા સતીશ કૌશિકનું મૃત્યુ કેવી રીતે થયું, જાણો અહિં સમગ્ર ઘટના

મુંબઈઃ બોલિવૂડના પ્રખ્યાત ડિરેક્ટર, કોમેડિયન અને એક્ટર સતીશ કૌશિકના આકસ્મિક નિધનથી ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. 66 વર્ષના સતીશ કૌશિક એકદમ ફિટ હતા અને ઘણી હોળી રમ્યા હતા, તો પછી હોળીના બીજા દિવસે સતીશ કૌશિકનું મૃત્યુ કેવી રીતે થયું. હાર્ટ એટેકના કારણે ઘણા સ્ટાર્સનું મૃત્યુ થઈ ચૂક્યું છે, જેમાં સતીશ કૌશિક પણ સામેલ થયા છે. સવાલ એ છે કે, મૃત્યુ પહેલા સતીશ કૌશિક ક્યાં હતા અને શું કરતા હતા અને અચાનક આ ચોંકાવનારી ઘટના કેવી રીતે બની ?

આ પણ વાંચો: Satish Kaushik And Celebs: બોલિવૂડ સેલેબ્સે એક્ટર અને ડિરેક્ટર સતીશ કૌશિકના નિધન પર વ્યક્ત કર્યો શોક

સતીશ કૌશિકને હાર્ટ એટેક: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સતીશ કૌશિક હોળી રમીને ગુરુગ્રામ ગયા હતા અને કહેવામાં આવી રહ્યું છે કે, અહીં તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ કારમાં જઈ રહ્યા હતા, ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આવી સ્થિતિમાં કાર સીધી ફોર્ટિસ હોસ્પિટલ તરફ વાળવામાં આવી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું.

આ પણ વાંચો: Satish Kaushik And Govinda: ગોવિંદા અને સતિષની જોડીએ ફિલ્મમાં એક અલગ છાપ છોડી, જુઓ ફિલ્મોની સૂચિ

અભિનેતાનું પોસ્ટમોર્ટમ અને અંતિમ સંસ્કાર: કહેવામાં આવી રહ્યું છે કે, દિલ્હીમાં પોસ્ટમોર્ટમ બાદ અભિનેતાના મૃતદેહને મુંબઈ લાવવામાં આવશે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, સતીશ કૌશિકનો મૃતદેહ દિલ્હીની દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં છે. સતીશ કૌશિકના નિધન બાદ બોલિવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને તેઓ ભારે હૃદયે અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ સૌથી દુખની વાત એ છે કે, આગલા દિવસે ઉગ્રતાથી હોળી રમનાર વ્યક્તિ અચાનક કેવી રીતે ચાલ્યો ગયો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.