નવી દિલ્હી: હિન્દી સિનેમાના તેજસ્વી દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા સતીશ કૌશિક હવે આપણી વચ્ચે નથી. આ વર્ષે હોળી રમ્યાના બીજા દિવસે હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થયું હતું. આ વખતે સતીશે દિલ્હીના ફાર્મહાઉસમાં હોળી રમી હતી. આ મામલાને લગતા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી પોલીસને હોળીની ઉજવણીના સ્થળ એટલે કે ફાર્મ હાઉસમાંથી શંકાસ્પદ દવાઓ મળી છે.
આ પણ વાંચો: Oscars 2023: યોજાશે 95માં ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમ, 3 ફિલ્મ નેમિનેટ, આ સમયે કાર્યક્રમ જોઈ શકાશે
પોલીસ તપાસ શરુ: દિલ્હી પોલીસને તપાસમાં ફાર્મ હાઉસમાંથી કેટલાક શંકાસ્પદ દવાઓના પેકેટ પણ મળ્યા છે. આ દવાઓમાં સુગર અને ડિજેન જેવી દવાઓનો પણ સમાવેશ થાય છે. પરંતુ રિપોર્ટ આવે તે પહેલા કંઈ કહી શકાય નહીં. કારણ કે, અભિનેતાના બ્લડ અને હાર્ટના રિપોર્ટ આવવામાં 15 દિવસનો સમય લાગશે. હાલમાં દિલ્હી પોલીસે તેને હાર્ટ એટેકના કારણે મોત ગણાવ્યું છે. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ કંઈક ખબર પડશે. સતીશ કૌશિકની હોળી સેલિબ્રેશનમાં એક વોન્ટેડ બિઝનેસમેન પણ હાજર હતો. હાલમાં દિલ્હી પોલીસ અભિનેતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ પહેલા હોળીની ઉજવણીમાં પહોંચેલા 10થી 12 લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Oscars 2023: 95મા ઓસ્કાર એવોર્ડમાં 3 ફિલ્મ નોમિનેટ, ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વિજેતા 'rrr'નો સમાવેશ
FIR પણ નોંધાઈ: આ હોળી પાર્ટીમાં સતીશ કૌશિકના વિકાસ માલુ નામના મિત્રએ પણ ભાગ લીધો હતો. તે દુબઈમાં રહે છે અને હોળીની ઉજવણી કરવા દિલ્હી આવ્યો હતો. વિકાસ બિજવાસનનું માલુ નામનું ફાર્મ હાઉસ છે. માલુ ગુટખા કિંગ અને સતીશ કૌશિક જ્યાં પાર્ટી કરી રહ્યા હતા તે ફાર્મ હાઉસ તેમનું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માલુ પર તેની પત્ની પર બળાત્કાર કરવાનો આરોપ છે અને આ મામલામાં તેની વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે.