મુંબઈ: વર્ષ 2019માં 'ભારત' રિલીઝ થયા પછી સલમાન ખાનની પહેલી લોન્ગ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' છે. તારીખ 21 એપ્રિલ 2023ના રોજ સલમાન ખાન સ્ટારર KKBKKJમાં પૂજા હેગડે અને વેંકટેશ દગ્ગુબત્તી, નવોદિત શહનાઝ ગિલ, પલક તિવારી, રાઘવ જુઆલ, સિદ્ધાર્થ નિગમ અને જસ્સી ગિલ જેવા અન્ય કલાકારો સાથે જોવા મળશે. સોમવાર સાંજથી જ ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ ચાલુ છે, જેનાથી ટ્રેડ એનાલિસ્ટ્સને ખ્યાલ આવી રહ્યો છે કે, ફિલ્મ કેવું પ્રદર્શન કરશે.
આ પણ વાંચો: Pamela Chopra Death: શાહરૂખ ખાન, કરણ જોહર અને વિકીની પત્ની કેટરિના સાથે યશ ચોપરાના ઘરે પહોંચ્યા
16000 સ્ક્રીનિંગ થશે: મેગા સ્ટારર ફિલ્મ વિશે સૌથી મોટી અપડેટ એ છે કે, તે સ્થાનિક સ્તરે 4500થી વધુ સ્ક્રીન્સ અને વિદેશમાં 1200થી વધુ સ્ક્રીન્સ પર બતાવવામાં આવશે. ફિલ્મની દરરોજ લગભગ 16000 સ્ક્રીનિંગ થશે. તે 4500થી વધુ સ્ક્રીન સાથે ભારતમાં હિન્દી ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી વિશાળ રિલીઝ પૈકીની એક છે. 'કિસી કા ભાઈ કિસી કી જાન' સહિત 6 કરતાં ઓછી હિન્દી ફિલ્મોને આટલી મોટી રિલીઝ મળી છે. 'પઠાણ', 'બ્રહ્માસ્ત્ર', 'ઠગ્સ ઑફ હિન્દોસ્તાન', 'ભારત' અને 'દબંગ 3' એવી કેટલીક અન્ય ફિલ્મ છે, જે આટલી વિશાળ રિલીઝ જોઈને તરત જ ધ્યાનમાં આવે છે.
આ પણ વાંચો: Hitu Kanodia video: હિતુ કનોડિયા ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત, ઓસ્ટ્રેલિયા મેલબોર્નથી વીડિયો કર્યો શેર
બોક્સ ઓફિસની આગાહી: ટિકિટના પ્રી-સેલને જોતા ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહને ફિલ્મની એડવાન્સ બુકિંગ સારી ગણાવી છે. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ''હું અપેક્ષા રાખું છું કે, કલેક્શન વધશે. આ ફિલ્મ તેના પ્રથમ દિવસના કલેક્શન માટે રૂપિયા 15 થી 18 કરોડની સંભવિત રેન્જ ધરાવે છે. કારણ કે, આગામી 5 થી 6 અઠવાડિયા સુધી અન્ય કોઈ મોટી ફિલ્મ રિલીઝ નથી.'' સલમાન ખાનની પાછલી ફિલ્મોનું પ્રદર્શન બોક્સ ઓફિસ પર કંઈ ખાસ રહ્યું નથી. આ સાથે ઈદના અવસર પર ફરી એકવાર સલમાન ખાને સાબિત કરવું પડશે કે તેને ઈન્ડસ્ટ્રીનો મેગા સુપરસ્ટાર કહેવામાં આવે છે.