મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને (Salman Khan) બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે 2019માં (ગુનાહિત ધાકધમકીનો કેસ) પત્રકાર સાથેના કથિત ગેરવર્તનના કેસમાં નીચલી અદાલત દ્વારા જારી કરાયેલા સમન્સ પરનો સ્ટે 13 જૂન સુધી લંબાવ્યો છે. સલમાન ખાને હવે 13 જૂન સુધી કોર્ટમાં હાજર રહેવું પડશે નહીં. ફરિયાદી અશોક પાંડેએ નીચલી કોર્ટના આ નિર્ણય સામે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે, જેના કારણે અભિનેતાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે.
આ પણ વાંચો: 'KGF ચેપ્ટર 2' એ તોડ્યો 'દંગલ'નો રેકોર્ડ, હવે OTT પર રિલીઝ થશે ફિલ્મ
ફરિયાદીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી : કથિત પત્રકાર અને ફરિયાદી અશોક પાંડેએ ટ્રાયલ કોર્ટના આ નિર્ણય સામે બોમ્બે હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કરીને સમન્સ પર સ્ટે વધારીને સલમાન ખાનને રાહત આપવાના કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, તેમના સોગંદનામામાં અશોક પાંડેએ કથિત રીતે કહ્યું છે કે, અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું હતું, પુરાવા અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સલમાન અને તેના બોડીગાર્ડને સમન્સ જારી કરવામાં આવ્યા હતા.
સલમાને કરી હતી અરજી : અગાઉ આ અરજીના વિરોધમાં સલમાન ખાને ગયા મહિને કોર્ટમાં અરજી કરી હતી. 5 એપ્રિલે હાઈકોર્ટે સલમાનની અરજી પર સમન્સ પર 5 મે સુધી રોક લગાવી દીધી હતી. આ પછી સલમાનના બોડીગાર્ડે પણ સમન્સ વિરુદ્ધ અરજી કરી હતી, જેના પર કોર્ટે હવે સમન્સ પરનો સ્ટે 13 જૂન સુધી લંબાવ્યો છે.
આ પણ વાંચો: રાજસ્થાન સરકાર પર કંગના રનૌતે કર્યો કટાક્ષ કહ્યું ; "સરકાર બદલો, રમખાણો નહીં થાય"
શું છે મામલો : આ આખો મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે વર્ષ 2019માં સલમાન ખાન મુંબઈની સડકો પર સાઈકલ ચલાવી રહ્યો હતો અને તે જ સમયે પત્રકાર અશોક પાંડે તેની તસવીરો લઈને વીડિયો બનાવી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરવાનગી વગર વીડિયો અને તસવીરો લેવા બદલ સલમાને કથિત પત્રકાર સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને મારપીટ કરી હતી. સાથે જ સલમાનનું કહેવું છે કે ઘટના સમયે સલમાને તેને કંઈ કહ્યું ન હતું.