હૈદરાબાદ: કરણ જોહરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ થિયેટરોમાં પોતાનો જાદુ ચલાવ્યો હતો. પરંતુ હવે આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ટકી રહેવું મુશ્કેલ થઈ ગયું છે. કારણ કે, અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2' અને સની દેઓલની ફિલ્મ 'ગદર 2' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. તો, ચાલો જોઈએ ગુરુવારે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ કેટલી કમાણી કરી ?
13 દિવસની કામાણી: રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' આજે ત્રીજા વીકેન્ડમાં પ્રવેશી ગઈ છે. તે હજુ પણ મજબૂત રહી છે. રોકી અને રાનીની પ્રેમ કહાનીએ ભારત ઉપરાંત વૈશ્વિક સ્તરે ખુબ જ સારી કમાણી કરી રહી છે. ફિલ્મે 13 દિવસમાં 117 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. હવે ફિલ્મના 14માં દિવસના બોક્સ ઓફિસ કલેક્શનના અહેવાલો સામે આવ્યા છે.
બોક્સ ઓફિસ કલેક્શન: 7 વર્ષ પછી ફિલ્મ નિર્મતાની ખુરશી પર પરત ફરેલા કરણ જોહરની ફિલ્મે બે વીકએન્ડમાં 117 કરોડનો આંકડો પાર કરી લીધો છે. 12 દિવસ પછી આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 113.68 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. 13માં દિવસે રોકી અને રાનીની લવ સ્ટોરીએ 4.10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 117.78 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. વિશ્વભરમાં કુલ કમાણી 225.2 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
જાણો ફિલ્મનું કુલ કલેક્શન: ફિલ્મના 14મા દિવસના કલેક્શનની વાત કરીએ તો, ગુરુવારે ફિલ્મે લગભગ 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે બાદ ફિલ્મનું કુલ કલેક્શન 121 કરોડની આસપાસ પહોંચી ગયું છે. 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ભારતમાં 3200 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મને હિટ થવા માટે 180 કરોડનો આંકડો સ્પર્શ કરવો પડશે. જો કે, આ ફિલ્મ 160 કરોડની કમાણી કરવામાં સફળ રહેશે તો તેને એવરેજની શ્રેણીમાં રાખવામાં આવશે.