ETV Bharat / entertainment

'Ram Setu'નું ટ્રેલર રિલીઝ, અક્ષય કુમાર દુનિયાની સામે લાવી રહ્યો છે મોટું સત્ય

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ 'રામ સેતુ'નું ટ્રેલર (Ram Setu Trailer release) મંગળવારે (11 ઓક્ટોબર) રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં અક્ષય કુમાર (Akshay Kumar movie) નું જોરદાર કામ જોવા મળી રહ્યું છે. આ ફિલ્મ દિવાળીના અવસર પર 25 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Etv Bharat'Ram Setu'નું ટ્રેલર રિલીઝ, અક્ષય કુમાર દુનિયાની સામે લાવી રહ્યો છે મોટું સત્ય

author img

By

Published : Oct 11, 2022, 1:19 PM IST

હૈદરાબાદ: બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે (Akshay Kumar movie) સોમવારે તેમની આગામી ફિલ્મ 'રામ સેતુ'નું ટ્રેલર (Ram Setu Trailer release) રિલીઝ કર્યું છે. અભિનેતાની આ ફિલ્મ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. ટ્રેલરમાં અક્ષય કુમારનું જોરદાર કામ જોવા મળી રહ્યું છે. આ પહેલા ફિલ્મના ઘણા ટીઝર રીલિઝ થયા હતા. આ ફિલ્મ દિવાળીના અવસર પર 25 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

રામ સેતુ ટ્રેલર: 2.09 મિનિટનું ટ્રેલર એક દમદાર ડાયલોગ સાથે શરૂ થાય છે અને તે છે, આ દેશ રામના વિશ્વાસ પર ચાલે છે. અક્ષય કુમાર એક મિશન પર બહાર છે જે રામ સેતુ સાથે સંબંધિત છે.

ફિલ્મની વાર્તા: આ ફિલ્મ રહસ્યમય ઐતિહાસિકતાથી ભરેલી છે. આ એક્શન એડવેન્ચર ડ્રામા એક પુરાતત્વવિદ્ની વાર્તાને અનુસરે છે, જે પૌરાણિક રામ સેતુના વાસ્તવિક અસ્તિત્વને સાબિત કરવા માટે નીકળે છે. તેઓ ભારતીય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસામાં ઊંડે ઊંડે જડેલી વાર્તાને સામે લાવશે.

રામ સેતુની પ્રથમ ઝલક: અભિષેક શર્મા દ્વારા દિગ્દર્શિત અને અરુણા ભાટિયા અને વિક્રમ મલ્હોત્રા દ્વારા નિર્મિત, 'રામ સેતુ'માં અક્ષયની સાથે જેકલીન ફર્નાન્ડીઝ, સત્યદેવ અને નુસરત ભરૂચા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અજય દેવગનની 'થેંક ગોડ' સાથે રિલીઝ થશે. અજયની આ ફિલ્મ 24 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. રિલીઝ પછી, આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ સભ્યો માટે પણ ઉપલબ્ધ થશે.

કાનૂની નોટિસ: 'રામ સેતુ' તાજેતરમાં જ ચર્ચામાં આવી હતી. જ્યારે રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ અક્ષય, જેકલીન અને ફિલ્મના નિર્માતાઓ સહિત અન્ય લોકો સામે કાનૂની નોટિસ મોકલી હતી. જેમાં ગયા મહિનાના અંતમાં ફિલ્મના નિર્માતાઓ પણ સામેલ થયા હતા. આ સંદર્ભમાં સ્વામીએ ટ્વિટર પર પણ લખ્યું છે કે, મુંબઈના સિનેમાની દીવાલો પર જૂઠ્ઠાણું અને હેરાફેરી કરવાની ખરાબ આદત છે. તેથી તેમને બૌદ્ધિક સંપત્તિના અધિકારો શીખવવા માટે, મેં સત્ય સભરવાલ એડ દ્વારા અભિનેતા તેમજ અન્ય 8 લોકોને કાનૂની નોટિસ મોકલી છે'.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.