ETV Bharat / entertainment

Shah rukh Khan: શાહરૂખ ખાનની ઈજા બાદ પીગળી ગયું રાખી સાવંતનું દિલ, વીડિયો વાયરલ - રાખી સાવંત અને શાહરૂખ ખાન

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અમેરિકામાં શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ ડોક્ટરે તેમના નાકની સર્જરી કરી હતી. બીજી તરફ કિંગ ખાનની ઈજાના સમાચાર મળતાં જ બોલિવુડની ડ્રામા ક્વીન રાખી સાવંતની અણધારી પ્રતિક્રિયા સામે આવી છે.

શાહરૂખ ખાનની ઈજા બાદ પીગળી ગયું રાખી સાવંતનું દિલ, વીડિયો વાયરલ

author img

By

Published : Jul 5, 2023, 5:19 PM IST

મુંબઈઃ બોલિવુડની એન્ટરટેઈનમેન્ટ ક્વીન રાખી સાવંત અવારનવાર પોતાના વિચિત્ર અભિવ્યક્તિઓ અને નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની સારવાર વિશે વાત કરતી જોવા મળી રહી છે. હાલમાં જ રાખી સાવંત એક બિલ્ડિંગની બહાર જોવા મળી હતી.

રાખી સાવંતનો વીડિયો: રાખીએ ઓરેન્જ ક્રોપ ટોપ અને બ્લેક ટ્રાઉઝર પહેર્યું હતું. આ દરમિયાન પાપારાઝીએ તેને શાહરૂખ ખાન વિશે એક સવાલ પૂછ્યો હતો. પેપ્સે રાખીને કહ્યું કે, શાહરૂખ ખાનને અમેરિકામાં શૂટ દરમિયાન ઈજા થઈ હતી. તમે આ અંગે શું કહેવા માંગો છો ? રાખીએ અપેક્ષિત પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું, 'શાહરુખ આઈ લવ યુ.'

શાહરુખની ઈજા પર પ્રતિક્રિયા: રાખીએ પેપ્સને પૂછ્યું, 'નાક ટૂટ ગયી ક્યા ?' પેપ્સે અભિનેત્રીને કહ્યું કે, નાક પર થોડી ઈજા છે, જેની સર્જરી કરવામાં આવી છે. આના પર રાખી કહે છે, 'કોઈ વાંધો નહીં, તેમની પાસે સારા ડૉક્ટરો છે, તેઓ તેમનો ઈલાજ કરશે.' તેણે કહ્યું, 'જો ડૉક્ટર શાહરૂખનો ઈલાજ કરી ન શકે તો હું આવીશ. હું તમારા નાક પર મલમ લગાવીશ. તમારું નાક અને બધું સારું થઈ જશે.

પાયલટ પર પૌસા ખર્ચ્યા: આ દરમિયાન રાખી પોતાના પાયલટ પર પૈસા લૂંટવાની વાત કરતી જોવા મળી હતી. રાખીએ જણાવ્યું કે, તેણે પાયલટ પર પૈસા કેમ ખર્ચ્યા. રાખી પેપ્સને કહે છે, મેં પાયલોટના પૈસા એટલા માટે લૂંટ્યા કારણ કે, તે મને યમરાજના મુખમાંથી લાવ્યો હતો. સૌથી વધુ, યમરાજે મને પોતાની પાસે બોલાવવાનું સંપૂર્ણ આયોજન કર્યું હતું. ખરાબ હવામાન વચ્ચે પાયલોટે અમને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યા.

શાહરુખ ખાન ઈજાગ્રસ્ત: શાહરૂખ ખાન બુધવારે ઘરે પરત ફર્યા છે. પાપારાઝીએ તેમની સાથે પત્ની ગૌરી ખાન અને નાના પુત્ર અબરામ ખાનને પણ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. કિંગ ખાન અમેરિકામાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હતા. ઈજાના કારણે તેમના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, ડોક્ટરે તેમના નાક પર સર્જરી કરી છે. અત્યારે તે ઠીક છે.

  1. Samantha Ruth Prabhu : સામંથા રૂથ પ્રભુ એક્ટિંગમાંથી બ્રેક લેવા જઈ રહી છે, જાણો કારણ
  2. Tejas Release Date Out : કંગના રનૌતની 'તેજસ'ની રિલીઝ ડેટ બહાર, જાણો ક્યારે થિયેટરમાં આવશે
  3. Box Office Collection: 'સત્યપ્રેમ કી કથા' 50 કરોડની નજીક, કાર્તિક કિયારાની જોડી દર્શકોને પસંદ આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.