ETV Bharat / entertainment

Nick Jonas Birthday: પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, તસવીર કરી શેર - પ્રિયંકા ચોપરા લેટેસ્ટ ન્યૂઝ

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે પોતાના પતિ નિક જોનાસનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. પ્રિયંકાએ નિકને શુભેચ્છા પાઠવતા સોશિયલ મીડિયા પર એક આલ્બમ શેર કર્યું છે. જેમાં ક્યૂટ પરિવાર નિક, માલતી અને પ્રિયંકાની અદ્રશ્ય તસવીરો છે. પોસ્ટ શેર કરીને નિક માટે એક સ્પેશિયલ નોટ પણ લખી છે.

પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, તસવીર કરી શેર

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2023, 10:41 AM IST

મુંબઈ: પ્રિયંકા ચોપરાએ પતિ અને અમેરિકન સિંગર નિક જોનાસ માટે જન્મદિવસની રોમેન્ટિક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે નિક અને માલતીના અનસીન ફોટોઝનું આલ્બમ શેર કર્યું છે. પ્રિયંકાએ સેલ્ફીની પ્રથમ તસવીર શેર કરી છે, જેમાં તે નિક જોનાસને કિસ કરતી જોવા મળે છે. આગળની તસવીરમાં નિક ગોલ્ફ રમતા જોવા મળે છે. છેલ્લી તસવીર કંઈક ખાસ છે, જેમાં નિક તેમની પુત્રી માલતીને ખવડાવતો જોવા મળે છે.

પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, તસવીર કરી શેર
પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, તસવીર કરી શેર

પતિ માટે સુંદર નોટ લખી: પોસ્ટ શેર કરીને પ્રિયંકાએ લખ્યું છે કે, ''તારી સાથે ખુશીની ઉજવણી કરવી એ મારા જીવનની સૌથી સુંદર ક્ષણોમાંથી એક છે. તમે મને એવી વસ્તુઓ કરવા માટે પ્રોત્સાહિત કરી છે જે મેં વિચાર્યું પણ ન હતું કે શ્કય છે. હું તેના વિશે જાણતી નથી કે તે શક્ય છે. હું આશા રાખું છું કે, તમારા બધા સપ્ના સાકાર થાય, જન્મદિવસની શુભેચ્છાઓ. હેપ્પી બર્થડે બેબી.''

પ્રિયંકા ચોપરાની તાજેતરની પોસ્ટ: પ્રિયંકા ચોપરા પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેમાં તેમની દિકરી માલતી, નિક અને પ્રિયંકાની ક્યુટ તસવીર હોય છે. ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ કેટલાક સમય ડેટિંગ કર્યા પછી ડિસેમ્બર 2018માં અમેરિકી સિંગર અને એક્ટર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. કપલના લગ્ન હિન્દુ અને ક્રિશ્ચિયન બન્ને રીત રિવાજો સાથે જોધપુરમાં થયા હતા. જાન્યૂઆરી 2022માં તેમણે પ્રથમ દિકરી માલતી મેરીનું સ્વાગત કર્યું હતું.

અભિનેત્રીનો આગામી પ્રોજેક્ટ: વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા છેલ્લે અમેરિકી રોમેન્ટિક કોમેડી-ડ્રામા ફિલ્મ 'લવ અગેન'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સૈમ હ્યુગન અને સેલીન ડાયોન પણ હતા. ત્યાર પછી અભિનેત્રી હોલિવુડ અભિનેતા રિચર્ડ મૈડેનની સાથે અમેરિકી એક્શન થ્રિલર ટેલિવિઝન સિરીઝ 'સિટાડેલ'માં જોવા મળી હતી. હાલમાં તે પોતાની આગામી ફિલ્મ 'હેડ્સ ઓફ સ્ટેટ'ની શૂટિંગ કરી રહી છે, જેમાં જોન સીના પણ સામેલ છે.

  1. Thank You For Coming: ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 'થેન્ક યુ ફોર કમિંગ' ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું
  2. Fans Attack Akash Choudhary: ભાગ્ય લક્ષ્મી સ્ટાર આકાશ ચૌધરી પર ચાહકો દ્વારા હુમલો, વીડિયો વાયરલ
  3. Ananya Panday Budapest Trip: અનન્યા પાંડેએ વિદેશથી તસવીર કરી શેર, શિલ્પા શેટ્ટીએ આપી પ્રતિક્રિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.