હૈદરાબાદ: મણિપુરમાં એક હિંસક ઘટના બની હતી. આ ભયાનક વીડિયોએ બધાને હચમચાવી દીધા છે. દેશભરમાં આ કૃત્યની જોરદાર ટીકા થઈ રહી છે. ત્યારે હવે બોલિવુડ જગતના અભિનેતા અને અભિનેત્રીએ પણ નિંદા કરી છે. જેમાં પ્રિયંકા ચોપરા, કરીના કપૂર અને ઉર્ફી જાવેદે ટિકા કરી છે. આ દરમિયાન તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર આ કૃત્યની ટીકા સાથે વહેલા ન્યાય મળે તેવી માંગણી કરી છે.
પ્રિયંકાએ ટિકા કરી: ઈન્સ્ટાગ્રામ પર પ્રિયંકા ચોપરાએ લખ્યું છે કે, એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ''અપરાધ કર્યાના 77 દિવસ પછી પગલા લેવામાં આવે તે પહેલા. તર્ક ? કારણ ? કોઈ ફરક નહિં પડતો. શુ અને શા માટે, પરિસ્થિતિજન્ય અને મહિલાઓને કોઈ પણ રમતોમાં મોહરા બનવાની સંમતી આપી શક્તા નથી. સામુહિક શરમ અને ગુસ્સાને હવે આ એક માત્ર માટે બધાએ એક થઈને અવાજ ઉઠાવવાની જરુર છે. તાત્કાલિક ન્યાય.''
કરીના-ઉર્ફીએ ટીકા કરી: કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીઝમાં લખ્યું છે કે, ''મણિપુરની સ્થિતિથી હું ખુબ જ હેરાન છું. જ્યાં સુધી કાર્યવાહી ન કરવામાં આવે, ગુનાઓને માફ કરવા માટે તમામ શબ્દોનો કોઈ અર્થ નથી. તાત્કાલિક થી.'' એક પાપારાઝીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઉર્ફી જાવેદનો વીડિયોની એક ઝલક શેર કરી છે. જેમાં કુકી મણિપુર લખેલું પ્લેકાર્ટ જોવા મળે છે. આ પહેલા અક્ષય કુમાર કિયારા અડવાણી, એક્તા કપૂર અને ઋચા ચઢ્ઢા જેવા કલાકારોએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાની ઝલક આપી હતી.
મણિપુરમાં હિંસક ઘટના: આ વર્ષે મે મહિનામાં મણિપુરમાં એક ભયાનક દુર્ઘટના બની હતી. આ ઘટના અંગેના વીડિયોમાં મણિપુરમાં પુરુષોના એક સમુહ દ્વારા મહિલાઓને નગ્ન કરીને ખેતરમાં લઈ જવામાં આવી હતી. જોકે, મહિલાઓ સાથે ચાલતા અન્ય નરાધમોએ એમની સાથે ખોટી રીતે અડપલા કર્યા હતા. જે અડપલા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવ્યો હતો. અપમાનજનક ઘટનાના કારણે લોકોમાં ખુબ જ આક્રોશ ફેલાઈ ગયો હતો. મણિપુરના મુખ્ય પ્રધાન બીરેન સિંહના જણાવ્યા અનુસાર, મણિપુરની પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. દરેક લોકો આ ઘટનાની ટિકા કરશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આરોપીઓને વધુમાં વધુ સજા મળે તે માટેની માંગ કરશે.