લોસ એન્જલસ: ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા જોનાસે તેના પતિ નિક જોનાસ અને તેમની પુત્રી માલતી મેરી સાથે રવિવારની મજા માણી હતી. ત્રણેય પિકનિક ડેટ પર ગયા હતા. પ્રિયંકા ચોપરાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર અને એક સુપર સ્વીટ તસવીર પોસ્ટ કરી છે. જેમાં પ્રિયંકા પાર્કમાં તેની પુત્રી અને પતિની બાજુમાં બેઠેલી જોવા મળે છે. માલતી ટોપીમાં સુંદર લાગતી હતી. સુંદર પરિવારની આ તસવીર પર એક નજર કરીએ.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
યુઝર્સની પ્રતિક્રયા: ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું, "સન્ડે ઓન્લી ફોર પિકનિક." તસવીર પર પ્રતિક્રિયા આપતા એક ઇન્સ્ટાગ્રામ યુઝરે કોમેન્ટ કરી, "સૌથી મહત્વનો સમય એ પારિવારિક સમય છે, દરેક ક્ષણનો આનંદ માણો" અન્ય યુઝરે લખ્યું, "આપ ત્રણયને ખુબ પ્રેમ" વધુ એક યુઝરે લખ્યું, "ક્યુટનેસ ઓવરલોડ." ચોથા યુઝરે લખ્યું છે, 'બ્યુટિફુલ'.
પિકનિકની તસવીર: માલતીનો જન્મ પ્રિયંકા અને નિકના ઘરે જાન્યુઆરી 2022માં થયો હતો. બંનેએ એક સંયુક્ત નિવેદનમાં સોશિયલ મીડિયા પર તેમના પ્રથમ બાળકના જન્મની જાહેરાત કરી હતી. પ્રિયંકા ચોપરા હાલમાં લંડનમાં છે, જ્યાંથી અભિનેત્રીએ પોતાની પુત્રી અને પતિ સાથે પિકનિકની તસવીર સાથે ચાહકોનું દિલ જીતી લીધું છે. પ્રિયંકા તેની આગામી હોલીવુડ ફિલ્મ 'હેડ ઓફ સ્ટેટ'ના શૂટિંગ માટે અહીં છે.
સુંદર પરિવારનો લુક: આ તસવીરમાં પ્રિયંકા તેના પરિવાર સાથે પાર્કમાં બેઠેલી જોવા મળી રહી છે. પ્રિયંકા કેમેરા તરફ પીઠ રાખીને બેઠી છે અને તેણે ડેનિમ શર્ટ પહેર્યું છે. પિયાંકાની ડાબી બાજુએ, તેની ફૂલવાળી બાળકી માલતી ગ્રે ફ્રોકમાં બેઠેલી અને તેના માથા પર પ્રિન્સેસ કેપ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે, જ્યારે નિક પણ જીન્સ-ટી-શર્ટ અને માથા પર કેપ પહેરીને બેઠેલા શાનદાર દેખાઈ રહ્યા છે. માલતી આ વર્ષે જાન્યુઆરીમાં તેની સાથે પ્રથમ વખત જાહેરમાં જોવા મળી હતી.