હૈદરાબાદ: સાઉથ ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ ફિલ્મ નિર્દેશક મણિરત્નમની બહુપ્રતિક્ષિત પીરિયડ ફિલ્મ 'પોનીયિન સેલવાન પાર્ટ-1'નું ટીઝર રિલીઝ (ponniyin selvan part 1 teaser release ) કરવામાં આવ્યું છે. આ પહેલા બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (aishwarya rai bachchan queen's look ) સહિત તમામ પાત્રોના નવા લૂક પોસ્ટર સામે આવ્યા હતા.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચો: સાઉથનો આ એક્ટર કાર્ડિયાક એટેકને કારણે હોસ્પિટલમાં દાખલ, જાણો શુ છે સ્થિતી
ટીઝર અંત સુધી દર્શકોને જકડી રાખશે: 1.21ના ટીઝરમાં ડિરેક્ટર મણિરત્નમે ફિલ્મના દરેક પાત્રને ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યા છે. વિક્રમ, જયમ રવિ, ત્રિશા, કાર્તિ અને ઐશ્વર્યા રાય પોતપોતાના લુકમાં શાનદાર લાગી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી ચોલ સામ્રાજ્ય પર આધારિત છે. ટીઝર અંત સુધી દર્શકોને જકડી રાખશે.
ઐશ્વર્યાના પાત્ર પરથી પણ પડદો ઉઠી ગયો: અગાઉ, ફિલ્મ 'પોન્નિયન સેલ્વન પાર્ટ-1'ના નિર્માતાઓએ બુધવારે (6 જુલાઈ) ના રોજ ફિલ્મનું ઐશ્વર્યા રાયનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ પોસ્ટર સાથે ઐશ્વર્યાના પાત્ર પરથી પણ પડદો ઉઠી ગયો હતો. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાણી નંદનીની ભૂમિકા ભજવશે. પોસ્ટરમાં ઐશ્વર્યાના લુકની વાત કરીએ તો તે સુંદર સાડી અને લાંબા વાળમાં જોવા મળી હતી.
ઐશ્વર્યા રાયનું પોસ્ટર શેર કર્યું: નિર્માતાઓએ ફિલ્મનું ઐશ્વર્યા રાયનું પોસ્ટર શેર કર્યું અને લખ્યું, 'વેન્જેન્સ એક સુંદર ચહેરો છે, પઝહુરની રાણી નંદિનીને મળો'. આ ફિલ્મ તમિલ, હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે.
આ પણ વાંચો: રાજકુમાર રાવે જણાવી તેની સ્ટ્રગલ સ્ટોરી, એક પેકેટ બિસ્કીટમાં પેટ ભરતા અને...
ઐશ્વર્યા રાય બચ્ચન મેગ્નમ ઓપસ: સાઉથ સુપરસ્ટાર વિક્રમ, જયમ રવિ, કાર્તિ ત્રિશા, સરથ કુમાર, પ્રકાશ રાજ, શોભિતા ધુલીપાલા, વિક્રમ પ્રભુ અને ઐશ્વર્યા રાય બચ્ચન મેગ્નમ ઓપસ 'પોન્નિયન સેલ્વન પાર્ટ-1'માં મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદ અને મધ્યપ્રદેશ સહિત દેશના અલગ-અલગ શહેરોમાં કરવામાં આવ્યું છે. મણિરત્નમ ઘણા સમયથી આ ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે દુનિયાભરમાં રિલીઝ થશે.